અમદાવાદ, તા. 9 ડિસેમ્બર 2019, સોમવાર
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાન અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2019 સુધી વધારી દીધી છે. જો તમે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો તેની છેલ્લી તક તમારી પાસે છે.
ઈનકમ ટેક્સ વિભાગના આ આદેશ પછી બધા પાન કાર્ડ ધારકો માટે જરૂરી થઈ ગયું છે તો યોગ્ય સમયે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવી લો. આ વખતે 31 ડિસેમ્બરે તારીખ ભૂલી ગયા તો આવનારા સમયમાં તમને મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નથી કરાવ્યું તો મુશ્કલી વધી પણ શકે છે.
નિયમ અનુસાર ઈનકમ ટેક્સ એક્ટની ધારા 139AA હેઠળ તમારું પાન કાર્ડ ઈનવેલિડ થઈ જશે. એક્સપર્ટ મુજબ, પાન કાર્ડ લિંક ન થવાની સ્થિતિમાં ઓનલાઈન ITR ફાઈલ કરાવામાં મુશ્કેલી થશે. તમારો રિફંડ ટેક્સ પણ અટકી શકે છે. એ ઉપરાંત જયારે તમે કોઈ ફાઈનાશ્યિલ ટ્રાંજેક્શન કરો છો તો તે સમયે પાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો.
આ રીતે લિંક કરો આધાર અને પાન
તમે તમારા પાન અને આધાર કાર્ડને ઇન્કમટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલ દ્વારા અથવા એસએમએસ દ્વારા લિંક કરી શકો છો. ઇન્કમટેક્સના ઇ-ફાઇલિંગ પોર્ટલ પર લિંક આધારનો એક સેક્શન છે. અહીં તમારો પાન અને આધાર નંબર નાખો. ત્યારબાદ OTPના માધ્યમથી તમે બંનેને લિંક કરી શકો છો.
બીજા વિકલ્પમાં તમારે 567678 અથવા 56161 પર એસએમએસ મોકલી શકો છો. આ માટે તમારે UIDPAN<SPACE><12 અંકનો આધાર નંબર> <Space> <10 અંકનો પાન નંબર આપેલ નંબર પર મોકલવો પડશે. જોકે, પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની મર્યાદા સાતમી વખત વધારવામાં આવી છે.
ઓનલાઈન લિંક કરાવાની રીત
-સૌથી પહેલા જો તમારું એકાઉન્ટ નથી તો પહેલા તમે રજિસ્ટર કરાવો.
-આયકર વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જાવ.
-વેબસાઈટ પર એક ઓપ્શન જોવા મળશે ‘લિંક આધાર’ ત્યાં ક્લીક કરો.
-લોગઈન કર્યા બાદ તમારા એકાઉન્ટની પ્રોફાઈલ સેટિંગમાં જાવ.
-પ્રોફાઈલ સેટિંગમાં તમને આધાર લિંક કરવાનું ઓપ્શન જોવા મળશે, તેને સિલેક્ટ કરો.
-અહીં આપેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ નાખો.
-જાણકારી ભર્યા બાદ નીચે જોવા મળેલા લિંક આધાર ઓપ્શન પર ક્લીક કરો.
-તેના પછી તમારું આધાર લિંક થઈ જશે.
લિંક કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
- પાન અને આધારને લિંક કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે બંને ડોક્યૂમેન્ટ પર તમારું નામ, લિંગ, જન્મ તારીખ બંને એક સમાન હોવી જોઈએ.
- જો ડોક્યૂમેન્ટ્સમાં થોડો પણ તફાવત હશે તો આધાર રજીસ્ટર્ડ થયેલ મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે.
- કેટલાક કિસ્સાઓમાં જ્યાં પાન અને આધાર પર નામ સંપૂર્ણપણે અલગ છે, તેમાં પાન અને આધારની લિંકિંગ પ્રક્રિયા ફેલ થઈ જશે. જેથી તમારે બંને ડોક્યૂમેન્ટ્સમાંથી કોઈ એકની વિગતો બદલવાની જરૂર રહેશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36jSDds
ConversionConversion EmoticonEmoticon