સૂરજ બડજાત્યાના પુત્રની ફિલ્મમાંથી સલમાન નીકળી ગયાની ચર્ચા


મુંબઇ,તા. 8 ડિસેમ્બર 2019, રવિવાર

સલમાનખાન અને સૂરજ બડજાત્યાના સંબંધો બોલીવૂડમાં બહુ સારા ગણાય છે. ૨૦૧૫માં આ જોડીએ 'પ્રેમ રતન ધન પાયો'માં સાથે કામ કર્યુ ંહતું. આ પછી તેમણે ચાર વરસ બાદ ફિલ્મ માટે સાથે કામ કરવાનો નિર્ણય લીધો બતો. જોકે આ આવનારી ફિલ્મથી સૂરજ બડજાત્યાનો પુત્રે દિગ્દર્શક તરીકે લોન્ચ થવાનો છે.  પરંતુ  પછીથી આ ફિલ્મ વિશે કોઇ ચર્ચા નહોતી અને આ ફિલ્મ બંધ થઇ ગઇ હોવાની વાત થતી હતી.

પરંતુ હવે  આ ફિલ્મને લઇને નવી વાત આવી છે કે, સૂરજ બડજાત્યાના પુત્રની ફિલ્મમાંથી સલમાન ખાન નીકળી ગયો છે, અને તેના સ્થાને નવી પેઢીના અભિનેતા કાર્તિક આર્યનની એન્ટ્રી થઇ છે.  ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યુ હતુ કે, '' બોક્સ ઓફિસ પર સતત સફળ ફિલ્મો આપનાર કાર્તિક હવે બોલીવૂડના માંધાતાઓની પ્રથમ પસંદગી બની ગયો છે. ધર્મા પ્રોડકશનમાં કાર્તિકની એન્ટ્રી પછી  તેને ટોચના બેનરોની ફિલ્મ મળી રહી છે.  હાલમાં જ રાજશ્રી બેનરના માલિક સૂરજ બડજાત્યા સાથે તેની મુલાકાત થઇ હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2qCA0lK
Previous
Next Post »