વિક્રમ લેન્ડરના અવશેષ શોધવા નાસાને મદદ કરનાર ષણમુગ સુબ્રમણ્યમ કોણ છે ?


અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રમાની પરિક્રમા કરી રહેલા પોતાના ઓર્બિટર વડે ભારતના ચંદ્રયાન-૨ના લેંડર વિક્રમના અવશેષો શોધ્યા છે. નાસાએ ઓર્બિટર દ્રારા જે થર્મલ ઇમેજ પોસ્ટ કરી છે તેમાં વિક્રમ જયાં પટકાયું તે સ્થળે કાટમાળ વેરાયેલો જોવા મળે છે.  ૪૭ દિવસની સફર કર્યા પછી ૭ સપ્ટેમ્બરે ચંદ્રમાંની સપાટી પર ઉતરવામાં ૨.૧ કિમીનું અંતર બાકી હતું ત્યારે વિક્રમ સાથેનો સંપર્ક તૂટી જતા તેનું હાર્ડ લેન્ડિંગ થયું હતું. ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ વિક્રમના ફરી સંપર્ક માટે અથાક પ્રયત્નો કર્યા પરંતુ સફળતા મળી ન હતી.

નાસાએ વિક્રમના અવશેષો મળ્યા હોવાની પુષ્ટી કરતા જણાવ્યું તે ષણમુગ સુબ્રમણ્યમે નાસાના એલઆરઓ પ્રોજેકટ( લુનર રિકૉનાએસંસ ઓર્બિટર)ને ચંદ્ર પર અવશેષ મળ્યા હોવાની માહિતી આપી હતી ત્યાર પછી એલઆરઓની ટીમે પહેલા અને પછીની તસ્વીરોનો તુલનાત્મક અભ્યાસ કરતા આ અવશેષ ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફ લેન્ડિંગ સમયે તૂટી પડેલા વિક્રમ લેન્ડરની હોવાનું જણાયું હતું.


૩૩ વર્ષનો ષણમુગ મૂળ મદૂરાઇનો છે. તેણે મિકેનિકલ એન્જનિયરિંગમાં સ્ટડી કર્યો છે પરંતુ તે વ્યવસાયે આઇ ટી પ્રોફેશનલ છે. આ વિક્રમ લેન્ડર ૭૫૦ મીટર દૂર જયાં તે ક્રશ થયું હતું તે સ્થળ પર પડેલા અવશેષોની ભાળ ષણમુગ સુબ્રમણ્યમે મેળવી હતી. આમ તો વિક્રમ લેન્ડર ક્રશ થયા પછી લેન્ડર કયાં ગયું હશે અને કેવી સ્થિતિમાં હશે તે જાણવાની વૈજ્ઞાનિકોને ખૂબજ જીજ્ઞાસા હતી હવે વિક્રમ લેંડરના અવશેષો શોધતા નાસા અને ઇસરોને કયાં સંજોગોમાં હાર્ડ લેન્ડિંગ થયું હતું તે જાણવામાં મદદ મળશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35YQELf
Previous
Next Post »