
નવી દિલ્હી, 4 ડિસેમ્બર 2019, બુધવાર
બોલિવૂડમાં હીરો અને હીરોઈનના અફેરની ચર્ચાઓ ચાલતી જ રહે છે. તેમાંથી કેટલીક વાતો અફવા હોય છે જ્યારે કેટલાક કપલ પોતાના સંબંધને આગળ વધારી લિવ ઈન રિલેશનશીપ સુધી પહોંચે છે. લિવ ઈનમાં રહેતા હોય તેવા પણ અનેક કલાકારો બોલિવૂડમાં છે અને તેટલી જ સંખ્યામાં એવા કલાકારો પણ છે જેઓ વર્ષો સુધી લિવ ઈનમાં રહ્યા હોય તેવા પાર્ટનરને છોડી અન્ય સાથે લગ્ન કરી લે છે. કયા કયા સ્ટાર્સ આ યાદીમાં આવે છે ચાલો જોઈએ.
રણબીર અને કેટરીના
આ યાદીમાં સૌથી પહેલા નામ આવે છે રણબીર કપૂર અને કેટરીના કૈફનું. રણબીર અને કૈટરીના કૈફ એકબીજા સાથે સાત વર્ષ સુધી રહ્યા હતા. ત્યારબાદ બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા. ડેટિંગ સમયે બંને બાંદ્રામાં એક અપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા. કેટરિના કૈફ સાથે બ્રેકઅપ થયા બાદ હવે રણબીર આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. હવે બંનેના લગ્નની અફવા પણ ચાલી રહી છે.
જોન અને બિપાશા
એક સમય હતો જ્યારે બોલિવૂડનું આ હોટ કપલ સૌથી વધારે ચર્ચામાં હતું. બિપાશા બાસુ અને જોનની જોડીને લોકો પણ ખૂબ પસંદ કરતા હતા. આ બંને એકબીજા સાથે નવ વર્ષ સુધી રહ્યા. ત્યારબાદ બિપાશાએ કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા અને જોનએ પ્રિયા રુંચાલ સાથે લગ્ન કરી લીધા.
દેવ પટેલ અને ફ્રિડા પિંટો
સ્લમડોગ મિલેનિયરના સેટ પર મુલાકાત બાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને પછી શરૂ થયું ડેટિંગ. બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા અને 2014માં બંનેના રસ્તા અલગ અલગ થઈ ગયા. જો કે બંને હાલ પણ સાથે જોવા મળે છે પરંતુ સારા મિત્રોની જેમ.
સુશાંત સિંહ અને અંકિતા લોખંડે
ઝી ટીવીની સીરીયલ પવિત્ર રિશ્તાની આ સુપરહીટ જોડી પણ લિવ ઈનમાં રહેતી હતી. એકબીજા સાથે વર્ષોનો સમય પસાર કર્યા બાદ બંનેએ પોતાના રસ્તા અલગ અલગ કર્યા. હાલ સુશાંત સિંહ બોલિવૂડમાં ફિલ્મો કરે છે અને સાથે જ રિયા ચક્રવર્તીને ડેટ કરે છે. જ્યારે અંકિતા વિકી જૈન સાથે રિલેશનશિપમાં છે.
લારા દત્તા અને કેલી દોરજી
બોલિવૂડ સ્ટાર અને ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિની પત્ની લારા દત્તા પહેલા ભૂતાનના અભિનેતા કેલી દોરજી સાથે રિલેશનશીપમાં હતી. બંને વર્ષો સુધી લિવ ઈનમાં રહ્યા પરંતુ પછી બંનેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34OLOjN
ConversionConversion EmoticonEmoticon