શાહરૂખ ખાને એકશન થ્રિલર ફિલ્મ સાઇન કરી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 03 ડિસેમ્બર 2019, મંગળવાર

શાહરૂખ ખાનની ફિલ્મ 'ઝીરો'નિષ્ફળ ગયા બાદ તેણે ેક લાંબો બ્રેક લીધો. જોકે હવે તેણે એક એકશન થ્રિલર ફિલ્મ સાઇન કર્યાની ઘોષણા થઇ છે. 

'' શાહરૂખે દિગ્દર્શક રાજ નિદીમોરુ અને કૃષ્ણા ડીકેની એકશન થ્રિલર ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વરસે શરૂ થશે.આ ફિલ્મનું નિર્માણ પણ શાહરૂખ કરવાનો છે. જેનું શૂટિંગ ભારત એને વિદેશના વિવિધ લોકેશનો પર કરવામાં આવશે. આ દિગ્દર્શક જોડીએ આ પહેલા  ક્રાઇમ કોમેડી ફિલ્મ '૯૯', સૈફઅલી ખાન સ્ટારર ' ગો ગોવા ગોન' ક્રાઈમ ડ્રામા 'શોર ઇન ધ સિટી, તેમજ રાજકુમાર રાવ એ શ્રદ્ધા કપૂર અભિનિત 'સ્ત્રી'નું દિગ્દર્શન કર્યું છે. હવે કિંગ ખાન આ જોડી સાથે કામ કરવા તૈયાર થયો છે, '' તેમ સૂત્રે જણાવ્યું હતું. 

પહેલા એવી વાત હતી કે, કિંગ ખાન ' દિગ્દર્શક  એટલીની ફિલ્મ પહેલા કરશે. પરંતુ હવે તેની ફિલ્મની ઘોષણા થઇ ગઇ છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/387fZEW
Previous
Next Post »