સેવાલીયાના સેવાસદનમાં દાખલા કઢાવવા ખેડૂતોની લાઈનો લાગી


નડિયાદ, તા.09 ડિસેમ્બર 2019, સોમવાર

ગળતેશ્વરના સેવાલીયા સેવા સદનમાં નકલો કઢાવવા માટે ખેડુતોનો ઘસારો જોવા મળ્યો છે.વરસાદના કારણે થયેલ પાક નુકસાનીનુ વળતર મેળવવા માટે નકલો કઢાવવા માટે મોટી સંખ્યામાં લોકો સવારથી જ ઉમટી પડયા હતા.

સેવાલીયા સેવા સદનમાં વહેલી સવારથી જ તાલુકાના લોકો મોટી સંખ્યામાં નકલો કઢાવવા માટે ઉમટી પડે છે.પાક નુકસાનીનુ વળતર મેળવવા માટે નકલ કઢાવવી જરૂરી સાબિત થઇ છે.આ મેળવવા માટે લોકો વહેલી સવારથી લાંબી લાઇનોમાં જોડાઇ જાય છે.ખેડુતો પોતાની ૭/૧૨ અને ૮ અ નો ઉત્તારાની નકલો મેળવવી જરૂરી છે.

આ અંગે એક જાગૃત નાગરિકે જણાવ્યુ હતુ કે હાલ સુધી  ૭/૧૨ અને ૮ અ ની નકલો ગ્રાંમ પંચાયતમાં નિકળતી હતી.જે કોઇ કારણોસર બંધ ખઇ જતા સવારથી જ સેવાસદનમાં નકલો માટેની લાઇનમાં ઉભૂ રહી જવુ પડે છે.તેમજ છેલ્લા બે થી ત્રણ માસથી ઓન લાઇન નકલો નિકળતી હતી તે કોઇ કારણોસર બંધ થઇ ગઇ છે.જેથી ના છુટકે સમય અને નાણા ખર્ચી સેવાસદન સુધી લાંબુ થવાનો વારો આવ્યો છે.જાગૃત નાગરિકે ઉમેર્યુ હતુ કે એક તરફ કુદરતનો માર સહન કરવાનો વારો આવ્યો છે.ત્યારે બીજી તરઉ આવી લાઇનોમાં કલાકો સુધી ઉભા રહીએ ત્યારે નંબર આવે છે.આમ રોશ પૂર્વક ખેડુતે જણાવ્યુ હતુ.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LE9hwy
Previous
Next Post »