
નડિયાદ, તા.09 ડિસેમ્બર 2019, સોમવાર
ધી ખેડા જિલ્લા રેવન્યુ સબોર્ડિનેટ એસોશિયેશન દ્વારા જિલ્લા સમાહર્કતાને આવેદનપત્ર પાઠવ્યુ છે.મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ બાબતે સરકાર દ્વારા સતત અવગણના કરવામાં આવતા અચોક્કસ મુદતની હડતાલ પર જવા બાબતની રજૂઆત કરાઇ હતી.
ધી ખેડા જિલ્લા રેવન્યુ સબોર્ડિનેટ એસોશિયેશન દ્વારા આપવામાં આવેલ આવેદપત્રમાં જણાવ્યુ છે કે તા.૧૬-૮-૧૯ના ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના ૧ થી ૧૭ પડતર પ્રશ્નો અંગે સરકારમાં રજૂઆત કરાઇ હતી.
જે પત્રની નકલ આ આવેદનપત્ર સાથે સામેલ કરવામાં આવી છે.આ બાબતે સરકાર દ્વારા હકારાત્મક વલણ અપનાવી આ પડતર પ્રશ્નોના નિકાલની બાહેધરી આપી હતી.
પરંતુ આજદિન સુધી એક પણ પડતર પ્રશ્નોનુ નિરાકરણ લાવવામાં આવ્યુ નથી.
ગુજરાત મહેસુલી કર્મચારી મહામંડળે રાજયના મહેસુલી કર્મચારીઓના ૧ થી ૧૭ પડતર પ્રશ્નોનો હકારાત્મક નિકાલ ન થાય ત્યા સુધી તા.૯-૧૨-૧૯ ના રોજ થી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનુ નક્કી કર્યુ છે.ખેડા જિલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ તા.૯-૧૨-૧૯ થી અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છે.અને કલેકટર કચેરીના પટ્ટાંગણમાં ઘરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળ કર્મચારીઓના ૧ થી ૧૭ પડતર પ્રશ્નો અંગે ખેડા જિલ્લા કર્મચારીઓ વતી સરકારમાં યોગ્ય રજૂઆત કરવા અપીલ કરાઇ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PrRrOl
ConversionConversion EmoticonEmoticon