ખેડા જિલ્લાના આરોગ્ય કર્મીઓના પડતર પ્રશ્નો મુદ્દે રેલી કાઢીને ધરણાં


નડિયાદ, તા.09 ડિસેમ્બર 2019, સોમવાર

ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા આજરોજ રેલી અને ધરણા કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ.સરકાર દ્વારા ૧૦ મહિનાથી વધુ સમય વિતવા છતા પડતર પ્રશ્નો અંગે કોઇ  નિરાકરણ ન આવતા રેલી યોજી ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ-ગાંધીનગર દ્વારા ગત વર્ષે આરોગ્ય કર્મચારીઓના ૧ થી ૧૩ પડતર પ્રશ્નો બાબતે શાંતિપૂર્ણ,શિસ્તબધ્ધ રીતે આંદોલન કરવામાં આવ્યુ હતુ.આ અંગે સરકાર દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા આંદોલન પૂર્ણ જાહેર કરવામાં આવ્યુ હતુ.પરંતુ ૧૦ માસ જેટલો સમય વિતવા છતા પડતર પ્રશ્નોનુ નિરાકરણ આવ્યુ નથી.જેથી મહાસંઘને ફરીથી આંદોલન કરવાની ફરજ રપડી છે.જેના ભાગરૂપે તા.૨૮-૧૧-૧૯ થી પ્રજાના હિતોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિષયક સેવાઓ કાર્યરત રાખી કામગીરીનુ રીપોર્ટીંગ નહી કરવા અંગેના આદેશ કરવામાં આવ્યો છે.

બીજા તબક્કામાં ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ-ગાંધીનગરના આદેશાનુસાર તા.૯-૧૨-૧૯ સોમવારના રોજ ખેડા જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા તમામ ૬ કેડરના આરોગ્ય કર્મચારી માસ.સી.એલ પર છે.તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા ખેડા જિલ્લા પંચાયત કચેરીથી સરદાર પટેલ સ્ટેચ્યુ, સંતરામ મંદિર, રેલ્વે સ્ટેશન થઇ પરત ખેડા જિલ્લા પંચાયતના ગેટ પાસે આવી હતી.જ્યા સભાના રૂપે ઘરણાનો કાર્યક્રમ કર્યા હતો.તેમજ રામઘૂન અને સુત્રોચ્ચાર કરી પ્રશ્નોને વાંચા આપવામાં આવી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/341dWyF
Previous
Next Post »