
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 03 ડિસેમ્બર 2019, મંગળવાર
તાપસી પન્નુએ પોતાની અભિનય ક્ષમતાથી બોલીવૂડમાં સ્થાન જમાવી દીધું છે. ટોચના નિર્માતા-દિગ્દર્શકો તેને સાઇન કરી રહ્યા છે. હવે તાપસી મહિલા ક્રિકેટર મિતાલી રાજનું પાત્ર ભજવવાની છે.
૩જી ડિસેમ્બરના મિતાલીએ પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. આ જ પ્રસંગે તાપસીએ પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી હતી. અભિનેત્રીએ બર્થડે ગર્લ મિતાલી સાથે સોશિયલમીડિયાના એકાઉન્ટસ પર તસવીરો શર કરી છે. આ સાથે તેણે ટાંક્યું છે કે, આગામી ફિલ્મ 'શાબાશ મિતુ'માં હું મિતાલીના રોલમા ંજોવા મળીશ.''
આ ઉપરાંત તાપસીએ મિતાલીને હેપ્પી બર્થ ડે કેપ્ટન મિતાલી રાજ ટ્વિટ કર્યું છે. તેણે વધુમાં ટિવ્ટ કર્યુ ંહતુ ંકે, મિતાલી તારાથી અમને ગર્વ છે. રૂપેરી પડદે તારું પાત્ર ભજવવા માટે મને પસંદ કરવામાં આવી છે, તે મારા માટે સમ્માનની વાત છે. તારા જન્મદિવસે તને શું ભેટ આપવી તેની દ્વિધા અનુભવી રહી છુ. પરંતુ એક વાતનું વચન આપું છું કે, તારા પાત્રમાં મને જોઇને તનુને પ્રાઉડ ફીલ કરીશ. હું 'કવર ડ્રાઇવ' શીખવા તૈયાર છું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RhEclV
ConversionConversion EmoticonEmoticon