
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 03 ડિસેમ્બર 2019, મંગળવાર
સલમાન ખાન અને જેકલિન ફર્નાન્ડિસની જોડી એ ફિલ્મ 'કિક'માં સાથે કામ કર્યું છે. હવે બંને રૂપેરી પડદે આઇટમ સોન્ગ કરતા જોવા મળશે.
સલમાન હાલ પોતાની આવનારી ફિલ્મ 'દબંગ ૩'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જ્યારે સાથે સાથે તે ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટેડ ભાઇ'નું પણ શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં હવે જેકવેલિન ફર્નાન્ડિસની એન્ટ્રી થઇ છે. જોકે તે ક્યુ ંપાત્ર ભજવવાની છે, તેની જાણ થઇ નથી. પરંતુ તે અને સલમાન ખાન એક આઇટમ નંબરમાં સાથે ઠુમકા લગાડતી ચોક્કસ જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, સલમાન સાથે જેકલિનના સંબંધો બહુ સારા છે. તેથી જ સલમાને તેને પોતાની ફિલ્મમાં આઇટમ સોન્ગ માટે તેને પસંદ કરી છે. આ ફિલ્મ ૨૦૨૦ની ઇદ પર રીલિઝ થવાની શક્યતા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/382fMCB
ConversionConversion EmoticonEmoticon