
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 07 ડિસેમ્બર 2019, શનિવાર
રકુલ પ્રીત સિંહે ૨૦૧૯ની સાલમાં બે બોલીવૂડ ફિલ્મો ' દે દે પ્યાર દે' અને 'મરજાંવા' ફિલ્મોમાં કામ કર્યું છે. આ બન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે તેમજ અભિનેત્રીના અભિનયના વખાણ પણ થયા છે. હવે તેને વધુ એક ફિલ્મમાં કામ કરવાની તક મળી છે. આ એક કોમેડી ફિલ્મ હશે.
ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યુ હતુ કે, '' દિગ્દર્શક ઇંદર કુમાર અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રાને લઇને એક કોમેડી ફિલ્મ બનાવાની યોજના કરી રહ્યો છે. આ ફિલ્મ માટે તેને સ્ક્રિપ્ટના અનુસાર એક સારી અભિનેત્રીની શોધ હતી જે રકુલ પ્રીત સિંહને પસંદ કરવાથી પુરી થઇ છે. રકુલે ફિલ્મ સાઇન કરી દીધી છે. આ ફિલ્મમાં રકુલ સિદ્ધાર્થ મલ્હોત્રાની પ્રેમિકાના પાત્રમાં જોવા મળશે.''
અજયદેવગણને આ ફિલ્મની વાર્તા પસંદ પડી છે. તેથી તે આ ફિલ્મનો સહ-નિર્માતા બનાવાનું વિચારી રહ્યો છે. સૂત્રના અનુસાર, '' અજય અને સિદ્ધાર્થે રકુલ પ્રીત સિંહ સાથે પહેલા પણ કામ કર્યું છે. તે પોતાના કામને ગંભીરતાથી લે છે. તેથી જ આ બન્ને અભિનેતાએ ઇંદર કુમારને રકુલનું નામ સૂચવ્યુ હતું. આ ફિલ્મની સાથેસાથે રકુલ અર્જુન કપૂરની ફિલ્મમાં તેમજ જોન અબ્રાહમની એક ફિલ્મમાં પણ કામ કરવાની છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2s4MjYj
ConversionConversion EmoticonEmoticon