
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 07 ડિસેમ્બર 2019, શનિવાર
મોના સિંહે 'જસ્સી જૈસી કોઇ નહીં' સીરિયલથીલોકપ્રિયતા મેળવી હતી. તેણે ફિલ્મ 'થ્રી ઇડિયટસ'માં કરીના કપૂરની બહેનનું પાત્ર બજવ્યુ ંહતું. એ હવે જલદીજ પ્રભુતામાં પગલા માંડવાની છે.
એક રિપોર્ટના અનુસાર, '' ૩૮ વરસની મોના સાઉથના ઇન્વેસ્ટમેન્ટ બેન્કર સાથે લગ્ન કરવાની છે. મોનાએ હાલ ચાલતા પોતાના શૂટિંગ શેડયુલને ફટાફટ પતાવી દેવાની સૂચના આપી દીધી છે. તેમજ તે સળંગ શૂટિંગ કરવાની છે. તે પોતાનું શૂટિંગ ૨૫ દિવસમાં પુરુ કરવા ઇચ્છે છે. ૧૪મી ડિસેમ્બર આ વરસનો તેનો છેલ્લો કામનો દિવસ હશે, પછી તે રજા પર ઊતરીજવાની છે.
મોના પોતાના અંગત જીવન વિશે જાહેરમાં ઝાઝુ બોલતી નથી.તેનો પતિ વિશે પણ તેણે કદી કોઇ વાતચીત કરી નથી કે ઝાઝી જાહેરમાં તેની સાથે દેખાઇ નથી.
મોનાએ 'થ્રી ઇડિયટસ, ઉટ પટાંગ, ઝેડ પ્લસ, અમાવસ ' જેવી ફિલ્મોમાં કામ કર્યુ ંછે. આ ઉપરાંત તે 'કહને દો હમસફર હૈ, ક્યા હુઆ તેરા વાદા, પ્યાર કો જાને દો, યે મેરી ફેમિલી ' જેવી સીરિયલોમાં કામ કર્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33YyZlI
ConversionConversion EmoticonEmoticon