
કાયલી જેનર રેપર ટ્રેવિસ સ્કોટ સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ એઝ એક્સપેક્ટેડ બન્નેની રિલેશનશિપ મહિના અગાઉ ખંડિત થઈ ગઈ. ૨૨ વરસની સ્ટાર કાયલી બ્રેકઅપ પહેલા ટ્રેવિસ સ્કોટ સાથે યુરોપ ફરી આપી હતી.
ટ્રેવિસ પર તો બ્રેક-અપની ઝાઝી અસર ન'તી થઈ પણ કાયલી અંદરથી વિચલિત થઈ ગઈ હતી. એને આશા હતી કે સંબંધ એક ડગલું આગળ વધશે. બન્ને સગાઈ કરવાના છે એવી અફવા પણ ઉડી હતી.
જોકે આમછત્તા બન્નેની મિત્રતા અકબંધ છે. એમાં બિલકુલ ઓટ નથી આવી.
ઓક્ટોબર મહિનામાં બન્નેનું બ્રેકઅપ થયું હતું. પરંતુ નવેમ્બરમાં ટ્રેવિસે આપેલી તમામ પાર્ટીમાં કાયલી માત્ર હાજર ન'તી રહી, એણે મન મૂકીને ડાન્સ કર્યો હતો. ટ્રેવિસ સ્કોટ સાથે પણ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Rp3Rc9
ConversionConversion EmoticonEmoticon