મમ્મી એન્ડિ મેક્ડોવેલે કહ્યું દીકરી માર્ગરેટ પેટ ડેવિડસન સાથે ભલે ડેટિંગ કરે


એન્ડિ મેક્ડોવેલ અમેરિકન અભિનેત્રી છે અને ૮૦ના દાયકામાં અમેરિકાની વિખ્યાત ફેશનમોડેલ હતી. એની દીકરી માર્ગારેટ અમેરિકન કોમેડીયન - એક્ટર પેટ ડેવિડસન સાથે ડેટિંગ કરે છે એવા સમાચાર આપ્યા હતા.

એન્ડિ મેક્ડોવેલ આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ રિલેશનશિપ સામે એને કોઈ વાંધો નથી. ઓગસ્ટ મહિનાથી બન્નેનું લિંક-અપ થયાના વાવડ છે. આ ક્યુટ દંપત્તિ હાથમાં હાથ પરોવીને બિનધાસ્ત ન્યૂ યોર્કના સેન્ટ્રલ પાર્કમાં ફરતું જોવા મળ્યું હતું.

જોકે હવે આમા નવો ફણગો ફૂટયો છે. પેટ ડેવિડસનનું નામ કાઈઆ ગર્વસ સાથે પણ ઉછળ્યું છે. એની આગામી ફિલ્મ ધ સ્યુસાઈડ સ્કવોડના શૂટિંગ પછી પેટ ડેવિડસન વારંવાર કાઈઆને મળતો હતો એવું સંભળાયું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34SXfqp
Previous
Next Post »