યુનિવર્સ: બોલીવૂડની વિસ્તરતી ક્ષિતિજ


આજે ફિલ્મની ઓડિયન્સ ઝડપથી બદલાઈ રહી છે. સિનેમાની જનરેશન બદલાઈ રહી છે. તેમને કંઈક નવું, ફ્રેશ જોઈએ છે, જેમાં અનહદ આનંદ અને સાથે મનોરંજન હોય.

બોલીવૂડ  તેની ક્ષિતિજ ધીમે ધીમે વધારતું જાય છે. આ ક્ષિતિજ એટલી વિસ્તૃત બનતી જાય છે કે સમય જતાં એ તેની પાંખમાં અન્યોને પણ લઈ લેશે. આ કદાચ આંચકો આપે એવી વાત લાગે, પણ વાસ્તવમાં સાવ સાચી છે. થોડો સમય તો પસાર થવા દો. આજે ફિલ્મની ઓડિયન્સ ઝડપથી બદલાઈ રહી છે. સિનેમાની જનરેશન બદલાઈ રહી છે. તેમને કંઈક નવું, ફ્રેશ જોઈએ છે, જેમાં અનહદ આનંદ અને સાથે મનોરંજન હોય, જે તેમને ઓછા સમયમાં વધુ જોઈએ છે.

બોલીવૂડની વાત કરીએ ૨૦૧૮માં જ ઘણી સિક્વલ ફિલ્મો આવી, જેમાં કેટલીક સુપરહીટ નિવડી તો  કેટલીક   એવરેજ બિઝનેશ કર્યો. ફિલ્મસર્જકો દર્શકોની જનરેશનને અને તેમની પસંદને ઓળખી રહ્યા છે, આ પ્રક્રિયા છેલ્લા દોઢ-બે વર્ષથી ચાલે છે અને હજુ એક-બે વર્ષ જરૂર ચાલશે, જે ઓળખી ગયા છે એ સિક્વલ બનાવવાને માર્ગે આગળ વધી રહ્યા છે. આમાં 'ગોલમાલ'ની વાત લ્યો, તેની પાંચમી ફ્રેન્ચાઈઝ બનવાની તૈયારી ચાલી રહી. આવતા મહિનામાં આવી ચાર ફિલ્મો રિલિઝ થવાની છે, જેમાં 'કમાન્ડો-૩' અને 'દબંગ-૩' પછી આવશે, 'સ્ત્રી', 'સ્ટ્રીટ ડાન્સર-૩ડી' અને 'બાગી-૩'!

આગળ જણાવ્યું એમ ફેન્ચાઈઝ ફિલ્મો તેમનો વિરાટ વારસો હોવા છતાં બધી જ ચાલે એવું બનતું નથી. આના જ ઉદાહરણ લ્યોઃ સલમાન ખાનની 'રેસ-૩' દર્શકોને નિરાશ કરી ગઈ તો 'સ્ટુડન્ટ ઓફ ધ યર-૨' સરેરાશ બિઝનેસ કરી શકી જ્યારે 'યમલા, પગલા, દીવાના-૩' સાવ નિષ્ફળ ગઈ. '૧૯૨૦-લંડન' અને પછી આવેલી '૧૯૨૧' અપ-ટુ-ધ-માર્ક પુરવાર નહીં થઈ. તાજેતરમાં જ રિલિઝ થયેલી 'હાઉસફૂલ-૪' ધાર્યું હતી એટલી ચાલી નહીં. કેમકે વિવેચકોએ રિવ્યૂમાં તેની ઘણી ટીકા કરી હતી, પણ અક્ષયકુમાર હોવાથી આ ફિલ્મે રૂા.૨૦૦ કરોડની કમાણી કરી, જે આ વર્ષની અક્ષયકુમારની બીજી ફિલ્મ બની જેણે આટલો વ્યવસાય કર્યો હોય'.

સિનેમા દર્શકોની જનરેશનમાં ઝડપભેર પરિવર્તન આવી રહ્યું છે. યુવાન દર્શકોમાં ઘણા 'રાઝ' ૨૦૦૨, ૧૯૨૦ અથવા તો ૨૦૦૮ માં 'રેસ' અથવા તો ૨૦૧૧ માં 'યમલા પગલા દીવાના'માં શું હતું, શેની, કોની વાર્તા હતી, તેનાથી સાવ અજાણ છે, પણ તમે 'ગોલમાલ' સીરિઝ પણ નજર નારશો તો તેની ફ્રેશ વાર્તા અને અફલાતૂન મનોરંજનને લીધે તેની ચારેય સીરિઝે જબરદસ્ત બિઝનેશ કર્યો અને આથી જ રોહિત શેટ્ટી 'ગોલમાલ-૫'ની યોજના ઘડી રહ્યા છે, એમ ટ્રેડ-એક્સપર્ટ અતુલ મોહનનું કહેવું છે.

'ગોલમાલ'ની સી રિઝની દરેક ફ્રેન્ચાઈઝે તેની છેલ્લી ફિલ્મ કરતાં વધુ નફો રળ્યો છે અને તેમાં 'ગોલમાલ-૪' તો રૂા.૨૦૦ કરોડથી પણ વધુ નફો રળી ચૂકી છે. પબ્લિસિટી નિષ્ણાત રાજેશ વસાણી પણ જણાવી રહ્યા છે કે હીરોની સરખામણી કન્ટેન્ટ મોટી રમત રમી ગયું અને તે જ વિલન સાબિત થયું.

'ફિલ્મ કદી ખોટે માર્ગે જતી નથી, પણ પ્રોજેક્ટ નિષ્ફળ જાય છે અને આજના દિવસોમાં-વર્તમાન કાળમાં લોકો-દર્શકો પ્રોજેક્ટ બનાવે છે. આ જ તો ઓરિજિનલ પ્રોજેક્ટ અને જેન્યૂન પ્રોજેક્ટ વચ્ચેનો તફાવત છે. નિર્માતાઓ ફ્રેન્ચાઈઝ બનાવવાનું ચાલુ રાખે છે, પણ પાત્રોમા સરખા સેટ અને તેમની વર્તણૂક ઉપરાંત તેમની વચ્ચેની વૈવિધ્યતાનો વિસ્તાર વધુને વધુ સાંકળો થતો જાય છે. આ તો એવું થયું કે એક સરખા રસા (ગ્રેવી) સાથે જુદી જુદી શાકભાજી ધરાવતું શાક આરોગવું, બેશક, આમાં કોઈ ઓછું તીખું તો કોઈ વળી વધુ તીખું હોય શકે છે   પણ   એવું ફિલ્મોમાં ચાલી શકતું નથી.  અંતે તો ફોર્મ્યુલા તો રસોઈમાં વપરાતી ચીજવસ્તુઓની જ હોય છે'. એવું રાજેશ વસાણી ઉમેરે છે.

'ગોલમાલ'ની  સફળતા પાછળનું લોજિક સમજાવતા રોહિત શેટ્ટી કહે છે કે, 'જ્યારે ગોલમાલ' અંગે કોઈ મારી સાથે વાત કહે છે તો હું એવું માનું છું કે એ હવે મારી ફિલ્મ રહી નથી. હું માનું છું કે હવે લોકોની પ્રોડક્ટ બની ગઈ છે. હવે મારી એ ફરજ બની ગઈ છે કે તેમને ગમતી અને મનોરંજન પૂરું પાણી ફિલ્મ માટે બનાવવી અને તેમને પૂરી પાડવી.

આથી મારે ફરી એ જ બનાવવી છે. મારા માટે ગોલમાલ સીરિઝ અત્યંત સરળ છે. પાત્રો સરળ હોવા જોઈએ. લોકો ફિલ્મ જોતા હોય ત્યારે તેને કોઈ પ્રશ્નો થવા ન જોઈએ કે કોઈ પ્રકારના પૃથક્કરણ તેમને જરૂર નહીં  પડવી જોઈએ. લોકો ફિલ્મ જોતા હોય ત્યારે તેમને આનંદની લાગણી થવી જોઈએ', એમ રોહિત શેટ્ટી ઉમેરે છે.

રોહિત શેટ્ટીની જેમ જ નિર્માતા દિનેશ વિજાન રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સાથે 'સ્ત્રી' બનાવી એક નવું વિશ્વ (યુનિવર્સ) સર્જી રહ્યા છે. આ ઉપરાંત તેઓ રાવ અને જ્હાન્વી સાથે 'રુહી અફઝા' અને છેલ્લે રાવ સાથે મુન્જા' બનાવી રહ્યા છે. તેઓ કહે છે, 'આ તમામ ફ્રેન્ચાઈઝ અમારા વિશ્વમાં જ બનશે-આકાર પામશે'.

'હું માનું છું કે  યુનિવર્સનો આઈડિયા તમે બોક્સ બનાવો છો અને એ પણ 'સ્ત્રી' જેવી ફિલ્મ બનાવીને અમે જુદી ટીમ સાથે 'રુહી અફઝા' બનાવવાના છીએ. આ યુનિવર્સ અથવા બોક્સનો ત્રીજો હિસ્સો 'મુન્જા' છે. આ ફિલ્મના ભાગ-૨ અને ભાગ-૩ બનશે અને એકબીજા સાથે ટકરાશે અને અન્ય માર્ગ વટાવશે કેમ કે એ ફિલ્મો તો સરખા બોક્સની જ. અંતે, બધાનું સમાપન  થશે અને તેથી જ તેના તે ભાગ છે. આમ યુનિવર્સ કાયમ ફ્રેન્ચાઈઝના જોડકામાં હશે, પણ એ બધામાં એકબીજાની નજીક આવવાની અને એકબીજામાં ભળી જવાની ક્ષમતા હશે,' એમ વિજાને 'યુનિવર્સ'નો કન્સેપ્ટ સમજાવતા જણાવ્યું.

રોહિત શેટ્ટીએ અગાઉ યુનિવર્સ ફોર્મેટ માટે પોલીસ ડ્રામા આધારિત ફિલ્મો 'સિંઘમ્', 'સિમ્બા' અને 'સૂર્યવંશી' બનાવી. જેમાં 'સૂર્યવંશી' અંતિમ તબક્કામાં છે. 'સિંઘમ્' માં અજય દેવગન અને 'સૂર્યવંશી' માં અક્ષયકુમાર છે અને રણવીર સાથે 'સિમ્બા' બનાવી હવે 'સૂર્યવંશી'માં ખરા અર્થમાં આ બંનેનો સમાવેશ હશે, એવું માનવામાં આવે છે અને આ છે આજનું 'યુનિવર્સ'!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2rYu8n5
Previous
Next Post »