એલસીડી સ્ક્રીનનો શોધક: જેમ્સ ફર્ગેસન


લિક્વીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ટૂંકમાં એલસીડી સ્ક્રીનને આપણે સારી રીતે ઓળખીએ છીએ. તમને જાણીને નવાઈ લાગે પણ કેન્સરના નિદાન માટેના સ્ક્રીનની શોધ કરવાના પ્રયાસમાં એલસીડીની શોધ થઈ હતી અને આજે તેનો વ્યાપક ઉપયોગ થાય છે. આ શોથ જેમ્સ ફર્ગેસન નામના વિજ્ઞાાનીએ કરેલી. તેણે ૧૫૦ જેટલી શોધો કરેલી.

જેમ્સ ફર્ગેસનનો જન્મ ઈ.સ. ૧૯૩૪ના જાન્યુઆરીની ૧૨ તારીખે અમેરિકાના મિસુરી રાજ્યના બાકેન્ડા ગામમાં થયો હતો. તેણે મિસુરી યુનિવર્સિટીમાં ફિઝિક્સની ડિગ્રી મેળવીને થોડો સમય લશ્કરમાં સેવા આપી હતી. ત્યારબાદ વેલ્ટિંગ હાસિ લેબોરેટરીમાં સંશોધનો માટે જોડાયો હતો. ઈ.સ. ૧૯૬૬માં તેણે લિક્વિડ ક્રિસ્ટલ ઇન્સ્ટિટયૂટમાં જોડાઈને સેમિનલ ક્રિસ્ટલની શોધ કરી.

તેણે ૧૯૬૮માં લિક્વિડ ક્રિસ્ટલ બનાવવાની પોતાની ફેક્ટરી સ્થાપી. અને વિશ્વની પ્રથમ એલસીડી સ્ક્રીનવાળી ઘડિયાળો બજારમાં મૂકી હતી. ફર્ગેસને ૧૫૦ જેટલી નાની મોટી શોધી કરીને અનેક સન્માનો મેળવેલા. ૨૦૦૮ના ડિસેમ્બરની ૯ તારીખે તેનું અવસાન થયું હતું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LvoCzs
Previous
Next Post »