વિશ્વના સૌથી ઊંચા પાંચ ધોધ


એન્જલ ફોલ્સ: વેનેઝુએલામાં આવેલો આ ધોધ વિશ્વનો સૌથી ઊંચો ધોધ છે. બોલિવર રાજ્યમાં અયાન્તેપૂઈ પર્વત પરથી ૩૨૧૨ ફૂટની ઊંચાઈએથી પડતો આ ધોધ નાના મોટા ૪૭ ધોધનો સમૂહ છે. જેમાં સૌથી મોટો ૮૦૭ મીટર લંબાઈનો છે.

ટુગેલા ફોલ્સ: દક્ષિણ આફ્રિકાના નાતાલ ખાતે ટુગેલા નદી સરનો આ ધોધ ૩૧૧૦ ફૂટ ઊંચો છે. આ ધોધ પાંચ તબક્કામાં જમીન પર પછડાય છે.

ઓલોપેના ફોલ્સ: અમેરિકાના હવાઈમાં આવેલો આ ધોધ ૨૯૫૩ ફૂટની ઊંચાઈએથી પડે છે. આ ધોધ ઊંચા ખડક પરથી દરિયામાં પડે છે તે તેની વિશેષતા છે આ ધોધ જોવા માટે સમુદ્રમાં બોટ લઈને જવું પડે.

યુમ્બીલા ફોલ્સ: પેરૂના એમેઝોન પ્રાંતમાં આવેલો આ ધોધ ૨૯૩૮ ફૂટ ઊંચો છે અને ૪ તબક્કામાં જમીન પર પડે છે. આ ધોધ દરિયાની સપાટીથી ૮૯૫ મીટર ઊંચાઈએ આવેલો છે.

વિનુકોસેન ફોલ્સ: નાર્વેના સન્ડાલ નજીક વિનુ નદીનો આ ધોધ પર્વતમાળામાં ૨૮૨૦ ફૂટની ઊંચાઈએથી પડે છે. ૪ તબક્કામાં જમીન પર પછડાતો આ ધોધ યુરોપનો સૌથી ઊંચો ધોધ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38ij6dg
Previous
Next Post »