પેટલાદ પાલિકા દ્વારા સાંકડી જગ્યામાં સેલ્ફી પોઇન્ટ બનાવતા વિરોધ વંટોળ


અમદાવાદ, તા. 04 ડિસેમ્બર 2019, બુધવાર

પેટલાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સેલ્ફી પોઈન્ટ બનાવતાં સ્થાનિક લોકોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે આ સેલ્ફી પોઇન્ટ સાંકડી ગલીમાં બનાવવામાં આવ્યો છે જેને લઈને લોકોને અવરજવર કરવામાં ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે નગરપાલિકા દ્વારા પોતાની અણઆવડત ના કારણે શહેરી જરૂરી સુવિધાના બદલે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે 

સ્વચ્છતા અભિયાનમાં અગાઉના વર્ષમાં પેટલાદ નગરપાલિકાએ સારી એવી કામગીરી કરી હતી હવે જ્યારે ૨૦૧૯-૨૦ની સ્વચ્છતાતા અભિયાનનું આરંભ થયો છે ત્યારે શહેરમાં ગંદકી ના થાય તેવા હેતુસર જાહેર જગ્યામાં ઉપવન, સેલ્ફી પોઈન્ટ કે બાગ-બગીચા કરી નગરપાલિકા ગંદકી ન થાય તે માટે શહેરની પ્રજાને જાગૃત કરવા માંગે છે પરંતુ આ જગ્યા ઉપર બિલકુલ પાકો રસ્તો હોવાને કારણે એ સાંકડી જગ્યા ઉપર આવા સેલ્ફી પોઈન્ટ નગરપાલિકા દ્વારા બનાવતાં ચીફ ઓફિસર નગરપાલિકાની ટીમ લઈને જતાં ઝંડાબજાર ખારાકુવા વિસ્તારના રહીશોએ તેનો વિરોધ કરતાં હલ્લાબોલ કર્યું હતું જેની સામે ચીફ ઓફિસરે શહેર પોલીસને જાણ કરી હતી અને પોલીસની હાજરીમાં હાલ આ સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે સાંકડી જગ્યામાં બનાવતાં અવરજવરનો રસ્તો ન રહેતાં સ્થાનિક લોકોએ સખ્ત વિરોધ કર્યો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RgAEjM
Previous
Next Post »