
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 04 ડિસેમ્બર 2019, બુધવાર
બોલીવૂડમાં હાલ બાયોપિક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં રીલિઝ થયેલી જીવનકથની પરની આધારિત ફિલ્મોએ રેકોર્ડ કર્યો છે. આ યાદીમાં એક વધુ બાયોપિક ઉમેરાશે. રાજ કુમાર હિરાણીએ પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી દીધી છે.
સૂત્રના અનુસાર રાજ કુમાર હીરાણીની આગામી ફિલ્મ ક્રિકેટ પર આધારિત હશે. આ ઉપરાંત તે અભિજિત જોશી દ્વારાની એક વેબ સીરીજ પર પણ કામ કરવાનું વિચારી રહ્યો છે.
રાજ કુમાર હિરાણી ભારતીય ક્રિકેટર લાલા અમરનાથના જીવનપર ફિલ્મ બનાવવા માંગે છે. જે એક બાયોપિક હશે. આ ફિલ્મમાં તે 'સંજુના રાઇટર અભિજાત જોશી સાથે કામ કરવાનો છે. લાલા અમરનાથ ૧૯૫૨માં પાકિસ્તાન વિરુદ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DObCAq
ConversionConversion EmoticonEmoticon