
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 04 ડિસેમ્બર 2019, બુધવાર
તબુ અને ઇશાન ખટ્ટરની ઇન્ટરનેશનલ ટીવી સીરીઝ 'અ સૂટેબલ બોયનું પ્રથમ લુક રીલિઝ થઇ ગયું છે. આ પોસ્ટરમાં તહુ અને ઇશાન એક ઇન્ટેસ લુકમાં જોવા મળે છે. આ સીરીઝ છ ભાગમાં બનવાની છે જેને બીબીસીના યૂકે આધારિત ચેનલ બીબીસી વન પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. તબુ અને ઇશાન વચ્ચે ખાસ્સો ૨૪ વરસનો ફરક છે. પોતાના કરતા ૨૪ વરસ મોટી અભિનેત્રી સાથે ઇશાન બિનધાસ્ત દ્રશ્યો ભજવતો જોવા મળશે. આ વેબ સીરીઝમાં તે મુખ્ય પાત્ર ભજવીરહ્યો છે. ઇશાન એક રાજકારણી મહેશ કપૂરના પુત્ર માન કપૂરનો રોલ ભજવશે. જ્યારે તબુ ગણિકા સઇદા બાઇના પાત્રમાં હશે. આ વાર્તામાં માન કપૂરને સઇદા બાઇ સાથે અટેચમેન્ટ થઇ જાય છે. જેની તસવીર સોિશિયલ મીડિયા પર જોવા મળે છે.
આ સીરીઝ 'અ સૂટેબલ બોય' પુસ્તક પર આધારિત છે. આ નોવેલ એક ઐતિહાસિક ડ્રામા છે, જેમાં ભારતની આઝાદી પછીનો સમય કાળ દેખાડવામાં આવશે. ૧૯૫૨ની આસપાસનો સમય હશે. આ સીરિઝ ૨૦૨૦માં રીલિઝ થશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OPb8Ah
ConversionConversion EmoticonEmoticon