
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 06 ડિસેમ્બર 2019, ગુરુવાર
પ્રિયંકા ચોપરા ફક્ત મનોરંજન અને ફેશન દુનિયામાં જ નહીં પરંતુ સમાજસેવાના કાર્યોમાં પણ ઘણી સક્રિય છે. તે યુનિસેફ સાથે છેલ્લા ૧૫ વરસથી ગુડવિલ એમ્બેસેડર તરીકે જોડાયેલી છે. હવે તેના કામ માટે યૂનિસેફે તેને 'ડેની કેય માનવતાવાદી' પુરસ્કારથી સમ્માનિત કરી છે.
પ્રિયંકાને આ સમ્માન ન્યુયોર્કમાં આપવામાં આવ્યું હતું. ત્યારે પ્રિયંકાએ એવોર્ડ મળ્યા બદલ આભાર માન્યો હતો. તેણે કહ્યુ ંહતું કે, '' આજના સમયમાં સમાજ સેવા કોઇવિકલ્પ નહીં, પરંતુ જીવનનું એક માધ્યમ બની ગયું છે. સાથેસાથે તેણે યુનિસેફ સાથેની ૧૫ વરસની સફરને એક સારુ સંભારણું અને કાર્ય તરીકે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 'ડેની કેયમ ાનવતાવાદી પુરસ્કાર' અમેરિકન એકટર, સિંગર અને સમાજસેવક ડેની કેયના નામ પર આપવામાં આવે છે.જે યુનિસેફના સૌથી પહેલા એમ્બેસેડર હતા.
પ્રિયંકાના પતિએ પત્નીને મળેલા આ સમ્માન બદલ આનંદ વ્યકત કર્યો હતો. તેમજ તેની પાસેથી સદકાર્યો કરવાની પ્રેરણા મળે છે તેમ પણકહ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34PQwxz
ConversionConversion EmoticonEmoticon