હૃતિક રોશને મેળવ્યો 2019નો સૌથી સેક્સી એશિયાઇ પુરુષનો ખિતાબ


(પ્રતિનિધિ દ્વારા)  મુંબઇ,તા. 06 ડિસેમ્બર 2019, ગુરુવાર

હૃતિક રોશનની લોકપ્રિયતા દેશ-વિદેશમાં છે.  આ વરસે રીલિઝ થયેલી તેની 'વોર' ફિલ્મ ્ત્યાર સુધીમાં સોથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. હૃતિક તેની ફિલ્મોની સફળતાનો આનંદ માણી રહ્યો છે, ત્યારે તેમાં એક વધુ પીછુ ઉમેરાયું છે. 

હૃતિકને સેક્સિએસ્ટ  એશિયન મેલ ઓફ ૨૦૧૯નો ખિતાબ મળ્યો છે. બ્રિટિશ સાપ્તાહિક સમાચાર-પત્ર 'ઇસ્ટર્ન-આઇ' દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જેમાં હૃતિકે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. અભિનેતાની આ યાદીમા ંપસંદગી તેના પ્રશંસકોના મત, સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ચર્ચાઓમા રહેવાની સાથે સાથે વરસ દરમિયાન તેમના વ્યાપક પ્રભાવના આધારે કરવામાં આવ્યું છે. 

હૃતિકે આ સિદ્ધી બાબતે કહ્યું હતુ  કે, '' જેમણે મને મત આપ્યા છે, તેમનો દરેકનો આભાર માનું છું. કોઇ વ્યક્તિનું આકર્ષણ તેનું વ્યક્તિત્વ, અંગત જીવન તેમજ તેની જીવનશેલી હોય છે. જેના દ્વારા તે પોતાના જીવનમાં આવેલી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરે છે. મારા પાત્રોમાં એકરસ થઇ જવા માટે મારે બહુ પ્રયાસ અને સખત મહેનત કરવી પડે છે.''

આ યાદીમાં શાહિદ કપૂર બીજાસ્થાને, વિવિયન ડીસેના ત્રીજા સ્થાને, ટાઇગર શ્રોફ  ચોથા સ્થાને  અને ક્રિકેટર વિરાટ કોહલીએ સાતમું સ્થાન મેળવ્યું છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DSjvVM
Previous
Next Post »