
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 06 ડિસેમ્બર 2019, ગુરુવાર
સારા અલી ખાન બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત 'કેદારનાથ' ફિલ્મથી કરી હતી. ત્યાર પછી તેણ ેરોહિત શેટ્ટીની 'સિમ્બા'માં કામ કર્યુ ં હતું. જેમાં તે પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કરી શકી છે.
સારાને બોલીવૂડમાંથી ઘણી ફિલ્મો ઓફર થઇ રહી છે. હાલ તે નિર્માતા-દિગ્દર્શકની માનીતી બની ગઇ છે. વિશાલ ભારદ્વાજ પણ પોતાની આગામી ફિલ્મમાં સારાને લેવા માંગે છે. આ એક મહિલાપ્રધાન ફિલ્મ હોવાની શક્યતા છે.
સૂત્રે જણાવ્યુ હતુ કે, '' ' કેદારનાથ' ફિલ્મનો સારાનો અભિનય વિશાલને પ્રભાવિત કરી ગયો છે. તેથી તે પોતાની આગામી ફિલ્મમાં તેને લેવાનો વિચાર કરી રહ્યો છે. બન્નેએ આ ફિલ્મ બાબત વાતચીત પણકરી છે. જોકે હમણાં સ્ક્રિપ્ટ પર હાલ કામ ચાલી રહ્યું છે.
સારાએ થોડા દિવસો પહેલા જ ઇમ્તિયાઝ અલીની રોમેન્ટિક ફિલ્મ 'આજ કલ' પુરી કરી છે. જેમાં તે કાર્તિક આર્યન સાથે જોવા મળશે. સાથેસાથે તે વરુણ ધવન સાથે 'કુલી નંબર વન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત આનંદએલ રાયની દેસી મસાલા એન્ટરટેઇનર માટે પણ તેનું નામ વિચારાધીન છે. આ ફિલ્મમાં તે ધનુષ સાથ ેકામ કરશે. તો વળી એકતા કપૂરના બેનર હેઠળ બનનારી ફિલ્માં પણ તેન ેકાસ્ટ કરવાની ચર્ચા છે. ઉપરાંત અનીસ બઝમીની ફિલ્મમાં પણ તે વિકી કૌશલ સાથ ેકામ કરવાની છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RoTB3S
ConversionConversion EmoticonEmoticon