કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કે કસરત ન કરતા હોય તેવા પુરુષઓ માટે ૨૪ કલાકમાં ૫૬ ગ્રામ પ્રોટીન અને સ્ત્રીઓ માટે ૪૬ ગ્રામ પ્રોટીન જોઈએ
સંશોધકોના મત પ્રમાણે તમારા શરીરના આજીવન સરળ સંચાલન માટે તમારે તમારા શરીરના અગત્યના અંગોનું સતત ધ્યાન રાખવું જોઈએ.
શરીરના અગત્યના અંગો ક્યા ગણાય ?
એ. તમારા શરીરની આઠ હોર્મોન ગ્રંથિઓ અને તેમાંથી નીકળતા હોર્મોન્સ.
૧.'પિચ્યુટરીગ્રંથિ ૨. ગાયપોથેલેમસ ૩. થાઇરોઈડ ગ્રંથિ ૪. પેરાથાઈરોઈડ ગ્રંથિ ૫.પિનિયલ ગ્રંથિ ૬. એડ્રીનલ ગ્રંથિ ૭. હોજરીની નીચે રહેલી શરીરની સૌથીમોટી પેન્ક્રીયાસ ગ્રંથિ ૮. સ્ત્રીઓમાં રહેલી ઓવરી (બીજાશય) અને પુરુષોમાં ઇન્દ્રિયની નીચે આવેલી બે ટેસ્ટીસ (પુરુષ ગ્રંથિ) નામની હોર્મોન ગ્રંથિઓ.
બી. રક્તવાહિનીઓ મારફતે આખા શરીરમાં ફરતું લોહી મનુષ્ય અને પશુઓના શરીરના સઘળા અંગોના અગણિત કોષોને નળીઓ (આર્ટરી) મારફતે 'ઓક્સીજન' પહોચાડવાનું અને તે કોષો માંથી 'કાર્બન ડાયોક્સાઈડ' પાછા લઈ જવાનું કામ કામ નળીઓમાં ફરતું પ્લાઝ્મા નામનું પ્રવાહી છે. જેમાં લાલ કણ (રેડ સેલ્સ) છે જેને કારણે તેનો રંગ લાલ છે તેને લોહીં કહેવાય. તેમાં આ ઉપરાંત સફેદ કણ અને ઘણા પોષક દ્રવ્યો પણ છે.
સી.પાચક રસો :
હોજરી, આંતરડા, લિવર, ગોલબ્લેડરમાંથી નીકળતા પાચક રસો (ડાઈજેસ્ટિવ ફ્લૂઇડ્સ) જેનું મુખ્ય કામ લીધેલા ખોરાકનું પાચન કરવાનું અને તે રીતે શરીરને પોષણ આપી આજીવન તંદુરસ્ત રાખવાનું કામ કરે છ.
ડી.ન્યૂરોટ્રાન્સમીટર્સ :
તમારા મગજથી દરેક નાના મોટા અંગોને સંદેશા પહોચાડવાનું અને લઈ જવાનું કામ કરનારા ન્યૂરોટ્રાન્સમીટર્સ જેનાથી તમારા શરીરના બધા જ અંગો પૂરેપૂરી રીતે કાર્યરત રહે છે.
ઇ. તમારા શરીરના હાડકાં સ્નાયુ,
તમારા શરીરને ટટ્ટાર અને હાલતું ચાલતું રાખનારા ૨૦૬ હાડકાં અને અંદાજે ૬૪૦ સ્નાયુ પણ ખૂબ અગત્યના છે.
બધા જ અંગોની રચના માટે યોગ્ય પ્રમાણમાં ૧. પ્રોટીન ૨. કાર્બોહાયડ્રેટ, ૩. ચરબી તેમજ ૪. વિટામીન્સ ૫. મિનરલ્સ ૬. પાણી ખૂબ જરૂરી છે.
૧. પ્રોટીન કેટલું જોઈએ ?
કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કે કસરત ન કરતા હોય તેવા પુરુષઓ માટે ૨૪ કલાકમાં ૫૬ ગ્રામ પ્રોટીન અને સ્ત્રીઓ માટે ૪૬ ગ્રામ પ્રોટીન જોઈએ.
પ્રોટીન ક્યા ખોરાકમાંથી મળે ?
પ્રોટીન બધાજ નોન વેજીરેટિયન ખોરાક (પ્રાણીજ પદાર્થો) દુધ અને દૂધની બનાવટો દહી, યોગર્ટ (મસ્કો), પનીર (કોટેજ ચીઝ), ચીઝ, ક્રીમ, માખણ (બટર) છાસ જેવી દૂધની બનાવટો તથા ઇંડા ચિકન, રેડ મીટ અને માછલીમાં અને વેજિટેરિયન ખોરાકમાં પ્રોટીન બધી જ જાતના અનાજ ઘઉં, બાજરી, મકાઈ, જુવાર અને બધા જ પ્રકારના કઠોળ ચણા, વટાણા, તુવેર, મગ, ચોળા, રાજમા, અડદ અને જુદી જુદી જાતના બી જેવા કે અળસી તલ,મગફળી, સરસવ અને સૂકા મેવા બદામ, કાજુ, પિસ્તા, અખરોટમાંથી મળે છે.
ગણતરી કરતાં ફાવે માટે જણાવું કે ૫૦૦ મિલી.લી.દૂધ અને તેટલાજ દૂધમાંથી બનાવેલા દહી, છાશ કે મસ્કો (યોગર્ટ)માંથી ૧૮ થી ૨૦ ગ્રામ પ્રોટીન મળે ૧૦ ગ્રામ લોટની એકરોટલીમાં ૪ગ્રામ, ૧૫ગ્રામ લોટની એક ભાખરીમાં ૫ ગ્રામ, ૨૦ ગ્રામ લોટના એક રોટલામાં ૮ થી ૧૦ ગ્રામ, ૫૦૦ મિલી, દૂધમાં ૨૨ ગ્રામ કોઈ પણ કઠોળ ઉગડેલું, રાધેલું કે બાફેલું ૧૦૦ ગ્રામમાં ૧૫ ગ્રામ અને તલ મગફળી અને સરસવજેવા બીમાં થી ૧૦૦ ગ્રામમાં ૧૩ ગ્રામ પ્રોટીન મળે. આ ઉપરાંત બજારમાં તૈયાર પ્રોટીન પાવડર પણ મળે છે. જેના લેબલ પર એક સર્વિગમાં કેટલું પ્રોટીન મળે તે જણાવેલુ હોય છે.
૨. કાર્બોહાયડ્રેટસ :
કાર્બોહાયડ્રેટ્સ (શર્કરા) શક્તિ આપનારા પદાર્થો કહેવાય. તે બે પ્રકારના હોય છે. સિમ્પલ કાર્બોહાયડ્રેટ્સ એટલે ખાંડ, ગોળ, મધ અને કોમ્પ્લેક્સ કાર્બોહાયડ્રેટ્સ એટલે અનાજ, કઠોળ, સૂકો, મેવો, તેલીબિયા બધા પ્રકારના શાકભાજી અને ફળોમાં રહેલા પ્રોટીન ઉપરાંત રહેલો ભાગ. સિમ્પલ કાર્બોહાયડ્રેટ (સુગર વગેરે)નું રોજ ખોરાકમાં લેવાનું પ્રમાણ ૨૫ ગ્રામ થી વધારે (એક ચમચી ખાંડ એટલે ૫ ગ્રામ ગણાય) ના રાખવું જોઈએ. જ્યારે કોમ્પ્લેક્સ કાર્બોહાયડ્રેટસનું પ્રમાણ ૨૫૦ ગ્રામ્સ થી ૩૦૦ ગ્રામ્સ રાખવું જોઈએ. ૧૦૦ ગ્રામ ઘઉના લોટમાં ૭૫ ગ્રામ કોમ્પ્લેક્સ કાર્બોહાયડ્રેટ્સ આવે. કાર્બોહાયડ્રેટ્સ શરીરને શક્તિ આપનારા પદાર્થો ગણાય.
૩. ચરબી (તેલ, ઘી, માખણ, ટ્રાન્સફેટ)
રોજના ખોરાકમાં ચરબીનું પ્રમાણ ૪૦ ગ્રામ્સથી વધારેના હોવું જોઈએ. એક ચમચી તેલ અથવા ઓગાળેલું ઘી ૧૦ ગ્રામ ગણાય.
૪. મિનરલ્સ (ખનીજ પદાર્થો) અને ૫. વિટામીન્સ (પ્રજીવકો):
ખોરાકમાં જેની અલ્પ પ્રમાણમાં જરૂર પડે છે પણ ખોરાકમાં લેવાના ખૂબ આવશ્યક છે તે વિટામીન્સ અને મિનરલ્સ અંદાજે ૩૦ થી ૩૨ જેટલા છે (૧૭ મિનરલ્સ અને ૧૫ વિટામીન્સ) ખૂબ જરૂરી મિનરલ્સ કેલશ્યમ,
મેગ્નેશ્યમ, આયર્ન, પોટાશ્યમ, સોડિયમ, ઝીંક, કોપર, સેલેનિયમ, ફોસ્ફરસ, ક્રોમિયમ, આયોડિન, અને વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન વિટામિન ડી, વિટામિન કે, વિટામિનબી કોમ્પ્લેક્સ (જેમાં થાયામિન, રીબોફ્લેવિન, નાયાસીન, પેન્ટોથેનિક એસિડ, પાયરીડોકસીન, બાયોટીન, ફોલિક એસિડ અને કોબાલેમાઈન છે.)
૬. પાણી :
સમુદ્ર ૬૫ ટકા અને જમીન ૩૫ ટકાની માફક શરીરમાં રહેલા પ્રવાહી ૬૫ ટકા અને અંગો ૩૫ ટકા છે. શરીરમાંથી એક ટકો પણ પાણી ઓછું થાય તો શરીરને ઘણી તકલીફ પડે માટે રોજ બે થી અઢી લિટર પાણી અને બીજા પ્રવાહી લેવા જોઈએ.
શરીરના સરળ સંચાલન માટે ફ્રી રેડિક્લ અને એન્ટિ ઓક્સિડન્ટની વાત :
ફ્રી રેડિકલ એટલે શું ?
વાતાવરણમાં પરમેશ્વરે માનવીને જીવતા રાખવા માટે હવા આપી છે. આ હવામાં ઓક્સીજન છે તે માનવી શ્વાસમાં લે છે અને શ્વાસ બહાર કાઢે ત્યારે કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે. વનસ્પતિ સૃષ્ટિ આ કાર્બન ડાયોક્સાઈડ લઈ લે છે અને બદલામાં ઓક્સીજન આપે છે. હવામાં આ સિવાય પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાંથી નીકળતો એકઝોસ્ટનો વાયુ, લાકડા, સુકા પાંદડા અને સિગારેટ, બીડીનો ધુમાડો, રસાયણિક પદાર્થો બનાવતી ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો.
ખાણના ખોદકામ વખતે હવામાં ઊડતી ઝીણી રજ અને કાપડની મિલોમાંથી નીકળતી રૂના ઝીણા કણો ઉપરાંત હવામાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ (બેક્ટેરિયા, વાઈરસ, ફન્ગસ અને એલર્જી કરનારા પદાર્થો) આ બધાને વૈજ્ઞાાનિકો એ 'ફ્રી રેડિકલ' નામ આપ્યું છે. શરીરના સાત દરવાજા ૧.આંખ ૨.નાક ૩.કાન ૪.ગળુ ૫. મળદ્વાર ૬.મૂત્રદ્વાર અને ૭. ચામડી મારફતે આ બધા પદાર્થો જ્યારે શરીરમાં જાય ત્યારે અનેક જાતની તકલીફો અને બીમારી ઉત્પન્ન કરે.
એન્ટિઓક્સિડન્ટ એટલે શું ?
ફ્રી રેડિકલ શરીરમાં દાખલ થાય ત્યારે શરીરને અનેક જાતની તકલીફો થાય અને રોગ ઉત્પન્ન થાય. આ માટે તમારી રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) સરસ હોવી જોઈએ. સરસ ઇમ્યુનિટીનો આધાર તમારા લોહીના 'હિમોગ્લોબિન' ઉપર છે. જે પુરુષોમાં ૧૪ ગ્રામ થી ૧૬ગ્રામ અને સ્ત્રીઓમાં ૧૩ થી ૧૫ ગ્રામ હોવું જોઈએ.
આ ઉપરાંત તમારા શરીરમાં પાવરફૂલ 'એન્ટિઓક્સિડન્ટ' હોવા જોઈએ. શ્રેષ્ઠ એન્ટિઓક્સિડન્ટ હવામાં રહેલો શરીરમાં પ્રાણ ભરનારો 'પ્રાણવાયુ' ('ઓક્સીજન') ગણાય છે. ત્યાર પછી બીજા પાવરફૂલ એન્ટિઓક્સિડન્ટ વિટામિન એ.વિટામિન સી, વિટામિન ઇ અને મિનરલ સેલેનિયમ ગણાય છે. એન્ટિઓક્સિડન્ટ નું કામ આગળ બતાવેલા દરવાજા મારફતે શરીરમાં દાખલ થયેલા 'ફ્રી રેડિકલ'નો નાશ કરીને શરીરને તંદુરસ્ત અને રોગમુક્ત બનાવવાનું છે.
એન્ટિઓક્સિડન્ટ વિટામીન એ.વિટામિન સી, વિટામિન ઇ અને મિનરલ સેલેનિયમ મેળવવા માટે આગળ જણાવેલા બધા જ પ્રકારના તાજા ફળો અને લીલા શાકભાજી, ઉગાડેલા કઠોળ, દૂધ અને નોન વેજિટેરિયન ખોરાકમાંથી મળે. અહી એક વસ્તુ પર ભાર મૂકું છે કે ઓમેગા- ૩ અને ઓમેહા-૬ ફેટી એસિડનો ખોરાકમાં સમાવેસ કરવાનું ભૂલતા નહીં આ બંને પદાર્થો શરીરને રોગ મુક્ત રાખવા માટે ખુબ જરૂરી છે. આ માટે અળસી અને માછલી અથવા માછલીના તેલની કેપ્સ્યુલ લઈ શકાશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2rTiwSc
ConversionConversion EmoticonEmoticon