
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 07 ડિસેમ્બર 2019, શનિવાર
અક્ષય કુમાર પોતાની કેનેડાની નાગરિકતાને કારણે હંમેશા વિવાદમાં રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ તેને આ જ કારણોસર વારંવાર ટ્રોલ કરવામાં આવ્યો છે. આનાથી કંટાળી હવે તેણે ભારતીય પાસપોર્ટ માટેની અરજી કરી હોવાનું જણાવ્યું છે.
દિલ્હીમાં એક ક્રાયક્રમમાં અક્ષયે કઇ પરિસ્થિતિમાં કેનેડાનો પાસપોર્ટ લેવો પડયો તે કથની કહી હતી. અક્ષયે કહ્યુ ંહતુ ંકે, '' એ મારા જીવનનો સહુથી ખરાબ સમય હતો. ે વખતે મારી ૧૪ ફિલ્મો ફ્લોપ થઇ હતી. ત્યારે મને લાગ્યું હતું કે, મારે હવે રોજીરોટી રળવા માટે કોઇ નવો વ્યવસાય શોધવો પડશે. મારો એક ખાસ મિત્ર કેનેડા રહે છે, તેણે મને ધીરજ બંધાવતા કહ્યુ ંહતુ ં કે, તું કેનેડા આવતો રહે આપણે બન્ને મળીને કાંઇક ને કાંઇક કરી લઇશું.
તે ભારતીય છે, અને કેનેડામાં સ્થાયી થયો છે. તેથી મેં તેની સલાહ અનુસાર કેનેડાની નાગરિકતાની તૈયારીઓ કરવા લાગી. મારા કામ નિષ્ફળ જવાથી હતાશ થઇ ગયો હતો. મને લાગ્યું હતુ ંકે, મારી કારકિર્દીનો અંત આવી ગયો છે. મને હવે બોલીવૂડમાં વધુ કામ મળશે એવી આશા રહી નહોતી. પરંતુ મારી ૧૫મી ફિલ્મે મને સાથઆપ્યો બતો. તે બોક્સ ઓફિસ પર સફળ થઇ, અને એ પછી હું આગળ વધતો ગયો. આ બાદ મેં મારી નાગરિકતા વિશે ગંભીરતાથી વિચાર્યુ ંજ નહોતું. ''
પરંતુ ચૂંટણીમાં અક્ષય મતદાન કરવા ન જઇ શકવાથી તેની નાગરિકતાને લઈન ેફરી વિવાદ થયો હતો. તેથી તેણે ભારતીય પાસપોર્ટ માટેની અરજીનો નિર્ણય લીધો. લોકો મારી નાગરિકતા અને બ્રિટિશ પાસપોટની પાછળ પડી ગયા હતા. હવે તેમને હું તેમને કોઇ મોકો આપવા માંગતો નથી,તેમને હું મારો ભારતીય પાસપોર્ટ દેખાડીશ. મારા પરિવારમાં મારા સિવાય બધા જ ભારતીયો છે. હું પણ દરેક ટેક્સ ભરું છું. મારું જીવન જ ભારતમાં છે, મારી રોજીરોટી પણ અહીં જ છે, તેથી લોકો શું વિચારે છે તેના પર હું ધ્યાન આપતો નથી. ''
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PpsGC9
ConversionConversion EmoticonEmoticon