વાસણા બુઝર્ગ પાસે એસ.ટી. બસે રિક્ષાને ટક્કર મારતા ચાલકનું ઘટનાસ્થળે મોત


નડિયાદ,તા.03 ડિસેમ્બર 2019, મંગળવાર

ખેડા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ પર ગમખ્વાર અકસ્માતો સર્જાયા હતા.જેમાં પહેલો અકસ્માત નડિયાદ-વસો રોડ પર આવેલ પીજ ફાટક પાસે,જ્યારે બીજો ગમખ્વાર અકસ્માત ખેડાના વાસણાબુઝર્ગ સીમમાં થયો હતો.બંને અકસ્માતમાં બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજયા હતા.

ખેડાના વાસણાબુઝર્ગ પાસે એસ.ટી અને સી.એન.જી.રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં સી.એન.જી.રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઇને જઇ રહ્યા હતા.તે સમયે એસ.ટી.બસ(સુરત-જામનગર)ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇ પૂર્વક હંકારી સી.એન.જી.રીક્ષાને ટક્કર મારી હતી.જેથી રીક્ષામાં બેઠેલ મનુભાઇ રામભાઇ ઠાકોર ઉં.૪૮ ને ગંભીર ઇજાઓ પહોચતા તેમનુ ઘટના સ્થળે મૃત્યુ થયુ હતુ.આ બનાવ અંગે રણછોડભાઇ રામભાઇ સોલંકી રહે,રઢુ બાપુનો પા એ ખેડા પોલીસ મથકે એસ.ટી.ના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. 

ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ પીજ ગામની સીમ,ગોવર્ઘન ફાર્મ ટર્નિંગ આગળ થયો હતો.જેમાં આશિષકુમાર મહેન્દ્રભાઇ પરમાર, તેમના મિત્ર દિપકુમાર શૈલેષભાઇ રામી અને રાહુલકુમાર જગદીશભાઇ પરમાર વસો તાલુકાના રામપુર ગામે લગ્નમાં ગયા હતા.રામપુર ગામે રહેતા મિત્ર નિષિત પટેલના લગ્નમાં હાજરી આપવા માટે અલ્ટ્રો ગાડી લઇને ગયા હતા.લગ્ન પ્રસંગે હાજરી નડિયાદ તરફ પરત આવતા હતા.તે સમયે દિપકુમાર શૈલેષભાઇ રામીએ ગાડી પુરઝડપે હંકારી વળાંકમાં રોડની સાઇડમાં ઉત્તારી ઝાડ સાથે અથડાવી હતી.

આ બનાવમાં ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર માટે નડિયાદ સિવિલમાં લઇ જવાયા હતા.આ દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા  દિપકુમાર શૈલેષભાઇ રામીનુ  રસ્તામાં મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ અંગે આશિષકુમાર મહેન્દ્રભાઇ પરમાર રહે,ખ્રિસ્તી ફળીયુ, જીટોડીયા તા.આણંદે વસો પોલીસ મથકે દિપકુમાર શૈલેષભાઇ રામી રહે,સમળાવાળુ ફળિયુ,ડાકોર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે ખેડા અને વસો પોલીસે ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OLCzLz
Previous
Next Post »