
લેટેકસ: વ્હાઇટ, પ્રવાહી, સોલિડ, જીણા કણોનો બનેલ હાઈડ્રોકાર્બન પોલિમર હોય છે. જે નેચરલ અને સિન્થેટિક એમ બે પ્રકારમાં મળી આવે છે. નેચરલ લેટેકસ ઉષ્ણકટિબંધમાં થતા ઝાડમાંથી મેળવવામાં આવે છે. કમ્પેરીઝન હાઈડ્રોકાર્બન રબ્બર જે પ્રોટેઇન કોટેડ હોય છે. તે ૦.૫ થી ૩, માઇક્રોન ડાયામિટર ના હોય છે. જે ઇલેક્ટ્રીકલ ચાર્જડથી સ્ટેબલ કરવામાં આવે છે.
તેનું કમ્પોઝીશન લગભગ ૬૦ ટકા પાણી, ૩૫ ટકા હાઈડ્રોકાર્બન, ૨ ટકા પ્રોટેઇન અને થોડા પરસન્ટેડ સુગર અને ઇન-ઓરગેનિક સોલ્ટના હોય છે. તેને ઉપયોગમાં લેતા પહેલા સેન્ટ્રીફ્યુજ અથવા ઇવેપોરેટેડ કરવામાં આવે છે. પ્રિઝર્વવેટિવ તરીકે એમોનિયા લેકરનો ઉપયોગ કરવામાં આવે છે. અને લેટેકસને જમાવવા માટે એસેટિક અથવા ફોમિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. નેચરલ લેટેક્સમાંથી પાતળા આર્ટિકલ જેવા કે સર્જીકલ ગ્લોઝ, મેડીકલ ઇક્વીપમેન્ટ, ફુગ્ગા (બલૂન) નિપલ વગેરે બનાવી શકાય છે.
સિન્થેટિક લેટેકસને પોલીમરાઇઝ ટેકનીકથી બનાવાય છે. જેવા કે સ્ટાયરિન બુટાડાઈન, કો-પોલિમર, એક્રાઇલેટ રેઝીન, પોલીવિનાઇલ એસિટેટ પ્રકારના હોય છે. સિન્થેટિક લેટેકસની પાર્ટીકલ સાઇઝ નેચરલ લેટેક્સ કરતા ઘણી ઓછી હોય છે. જેવી કે ૦.૦૫થી ૦.૧૫, માઈક્રોનની હોય છે. જેથી તેનું સરખી રીતે કોલોડાઇલ સસ્પેનસન થઇ શકે છે. તેનો ઉપયોગ પેઇન્ટ અને ઇનટીયર બાઈન્ડર તરીકે થાય છે. જે ડ્રાઇંગ ઓઈલની અવેજીમાં વપરાય છે. આ પ્રોડક્ટસ લેટેક્સ પેઇન્ટ અને ઇમલસન પેઇન્ટમાં ખૂબ જ પ્રમાણમાં વપરાય છે.
નિપલ: બાળક ત્રણ મહિનાનું થાય ત્યાં સુધી પોતાનો અંગૂઠો ચુસતું હોય છે. જે બાળક માટે નુકસાન કરતાં નથી હોતું પરંતુ વધારે સમય માટે આમ બનવું હિતાવહ નથી હોતું. આ પ્રકારની આદતને છોડાવવા માટે દૂધની બોટલ આપવી જરૂરી બને છે. જેથી અંગૂઠો ચુસવાની આદત છૂટી જાય છે. તેમ છતાં બાળકને જો વધારે સમય માટે સ્તનપાન કરાવવામાં આવે તો બાળક માટે ખૂબ જ લાભદાયી નિવડી શકે છે.
બાળ તજજ્ઞાનના અભિપ્રાય પ્રમાણે બાળકના જન્મ બાદ માતાના દૂધમાં એવા પદાર્થો રહેલા હોય છે. જે બાળકને વિવિધ પ્રકારના રોગોથી બચાવવાની ક્ષમતા ધરાવે છે. જે એન્ટીબોડીઝ પદાર્થ માતાના દૂધ દ્વારા જ શિશુમાં પ્રવેશે છે. માતાના દૂધમાં તમામ જરૂરી તત્ત્વો હોય છે. એટલું જ નહિ, બાળકની જરૂરિયાત અનુસાર તેમાં આપોઆપ વધઘટ થતી રહે છે. જેથી બાળકમાં ફેલ્સિયમનું પ્રમાણ જળવાય રહે છે.
નિપલ પ્રોસેસ: લેટેકસને ખાસ હાઇજનિક ઓટો પ્લાન્ટ દ્વારા ડાય પ્રેસીંગ મેથડ વડે બનાવવામાં આવે છે. બાળકોની નિપલ માટે જે પણ લેટેકસ વાપરવામાં આવે છે તે રો-મટિરીયલ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એપ્રુઅલ હોવી જરૂરી બને છે. આ પ્રોસેસ હીટીંગ અને કુલીંગ સિસ્ટમ પ્રમાણેનો હોય છે. છેલ્લે ડાયમાંથી નિપલ તૈયાર થઇને બહાર આવે છે.
ફુગ્ગા (બલૂન): મેઘધનુષ્યના સાતેય રંગોથી રંગાયેલા ફુગ્ગા બાળકને આકર્ષવા પૂરક બની રહે છે. બાળકોને રમવા માટેનું ખૂબ જ અગત્યનું રમકડું જ છે. ફુગ્ગા બાળકોના રમકડાથી વધીને ખુશાલીના પ્રસંગોમાં એક અગત્યનું શો-પીસ બની રહે છે. ફુગ્ગા નવાવર્ષ, લગ્નપ્રસંગે, સમારોહમાં તેમજ પાર્ટી અને આનંદપ્રમોદના દરેક સ્થળે ફુગ્ગા શોભાનું આકર્ષણ બને છે.
ફૂગ્ગા ઉદ્યોગ મહારાષ્ટ્રના દહાણું ગામમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખીલેલો છે. ફૂગ્ગા બનાવવા માટેનું બેઝીક રો-મટિરીયલ લગભગ સાઉથમાંથી જ આવે છે. જે લેટેકસના રૂપમાં પ્રવાહી હોય છે. ફુગ્ગા બનાવવા માટે લેટેકસ, ટર્કી રેડ ઓઇલ, કલર, પ્રિઝર્વવેટિવ વગેરેનું મિશ્રણ કરી ડીપીંગ કરવામાં આવે છે.
ત્યારબાદ નેચરલ તાપમાને ચૂકવવામાં આવે છે. જે ચૂકાઈને બહાર આવે છે. તેને ફૂગ્ગા કહેવામાં આવે છે. ડીપીંગ પધ્ધતિમાં સીધા લાકડાથી બનેલા મોડ હોય છે. આ મોડ એક સાથે પચીસ પચાસના હોય છે. તેને એકી સાથે લેટેકસના સોલ્યુસનમાં ડીપીંગ કરી ચૂકવી દેવાથી ફૂગ્ગા તૈયાર થાય છે.
લાઈસન્સ: ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફૂડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે.
લાઈસન્સ: ફુગ્ગા માટે : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ અને એક્સપ્લોઝીવ ઓથોરીટીઝ જરૂરી બને છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LDHpsm
ConversionConversion EmoticonEmoticon