વડતાલમાં રાજ્યપાલ, સીએમ-નાયબ સીએમની ઉપસ્થિતિમાં તાલીમ કાર્યશાળાનો પ્રારંભ


નડિયાદ, તા.05 ડિસેમ્બર 2019, ગુરુવાર

ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલ ખાતે રાજયપાલ, મુખ્યમંત્રી અન નાયબમુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. જેઓ ખેડુતોની આવક બમણી કરવા તથા ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે સરકારેખેડુતોને કરેલ આહવાનને ચારિતાર્થ કરવાના પ્રયત્નોના ભાગરૂપે તાલીમ કાર્યશાળાનો પ્રારંભ કરાવ્યો હતો.પ્રાકૃતિક ખેતી અંગેના સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિના અભિગમ ઉપર તા.૫ થી ૧૧ ડિસેમ્બર ૨૦૧૯ દરમ્યાન સાત દિવસીય માસ્ટર ટ્રેનર તાલીમ કાર્યશાળાનો આજથી પ્રારંભ થયો છે.

આ પ્રસંગે ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના કિસાન તરીકેના સ્વાનુભાવને યાદ કરતા જણાવ્યુ હતુ કે રાસાયણિક ખેતીને કારણે જળ-જમીન,વાતાવરણથી માંડીને ખાઘ દુષિત થાય છે.ખાન-પાનના દોષનુ આ પરીણામ છે.ધરતી ઉપર માનવ અસ્તિત્વની સાથે કુષિની શરૂઆત થઇ ત્યારથી કોઇ રાયાયણિક ખેતી કરતુ ન હતુ.

રસાયણો વિના કુષિ થાય નહી એવો ભ્રમ હવે ભાંગવો પડશે.આ સાત દિવસીય માસ્ટર ટ્રેનર તાલીમ કાર્યશાળા સુભાષ પાલેકર પ્રાકૃતિક કુષિ પધ્ધતિ અંગે વિવિધ માહિતી અને માર્ગદર્શન ખેડુતોને પુરુ પાડશે. કિસાનો ભાષણથી નહી પરંતુ પોતાની આંખથી જોઈને અનુભવથી શીખે છે.તેમણે ઉમેર્યુ હતુ કે હિમાચલ પ્રદેશના કિસાનો સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિથી ખેતી કરે છે.વિવિધ રાજયોના ખેડુતોએ આ પધ્ધતિ અપનાવી સાબિત કરી બતાવ્યુ છે કે રાસાયણિક ખેતીના દુષપરીણામનો સામનો કરવાનો શ્રેષ્ઠ રસ્તો પ્રાકૃતિક કુષિનો છે.

આ પ્રસંગે રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે ગુજરાતે સસ્ટેનેબલ વિકાસ માટે પ્રકૃતિની સાથે રહીને વિકાસ કરવાની દિશા અપનાવી છે.ક્લાયમેન્ટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિગ જેવા પડકારોને પહોચી વળવા માટે માટે રાજયના ખેડુતો સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અપનાવી ગુજરાતને સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનુ મોડલ સ્ટેટ બનાવશે.

આ પધ્ધતિથી કૃષિ ઉત્પાદન વધશે અને ખેડુતોની આવક બમણી થશે.પ્રાકૃતિક કૃષિ દ્વારા ગુણવતા યુક્ત અને સ્વાસ્થવર્ધક અન્ન ઉત્પન્ન થશે.જેથી લોકોનુ સ્વાસ્થ જળવાશે.મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે આ કાર્યશાળાના માધ્યમથી સાત દિવસ સુધી મળનાર છે.જે આગામી ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી ખેડુતોની આવક બમણી કરનારૂ સાબિત થશે.

પ્રાકૃતિક કૃષિના પ્રણેતા અને પદ્મશ્રી સુભાષ પાલેકરે જણાવ્યુ હતુ કે ગ્લોબલ વોમિગ,ક્લાઇમેન્ચ ચેન્જ, ખાઘાન્ત, અસુરક્ષા, મહાકાય રોગોમાંથી મુક્તિ,ગ્રામિણ યુવાનોને શહેરો તરફ થતુ સ્થળાંતર અટકાવવા,પ્રાકૃતિક આપદાઓ અને યંત્ર માનવો તથા કૃત્રિમ બુધ્દિમતાના પડકારોને પહોચી વળવા માટે ભારતીય સાંસ્કૃતિને અનુરૂપ એકમાત્ર પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય છે.

આ કાર્યક્રમમાં રાજય કૃષિ રાજયમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યુ હતુ કે પ્રાકૃતિક કૃષિએ આજના સમયની માંગ છે.તેમણે એમ પણ જણાવ્યુ હતુ તે,તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ મહોત્સવ અને લેબ ટુ લેન્ડ ના સંકલ્પ સાથે કૃષિ વિશ્વ વિદ્યાલયોના કૃષિ જ્ઞાાનને ખેતરે-ખેતરે પહોચાડયુ હતુ.અને ગુજરાતમાં કૃષિને નવી દિશા આપી હતી. હવે ગુજરાતના કિસાનો પ્રાકૃતિક કૃષિ દ્વારા ગુજરાતને દેશભરમાં અગ્રેસર બનાવશે.

આ પ્રસંગે પશુપાલન રાજયમંત્રી બચુભાઇ ખાબડ,ગુજરાત વિદ્યાનસભાના મુખ્યદંડક પંકજભાઇ દેસાઇ,જિલ્લા પંચાયત પ્રમુખ,આણંદ કૃષિ યુનિ.કુલપતિ ડૉ.આર.વી વ્યાસ,અન્ય કૃષિ યુનિ.કુલપતિઓ,પદાધિકારીઓ,કલેકટર,કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારી,કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત તાલીમાર્થી ખેડુતો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદનું નામ બદલવા મુખ્યમંત્રીને અપીલ કરાઈ

ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલ ખાતે રાજયપાલ, મુખ્યમંત્રી અને નાયબમુખ્યમંત્રી ઉપસ્થિતી માં પદ્મશ્રી સુભાષ પાલેકરે જણાવ્યુ હતુ કે અમદાવાદ નામ બદલાવવાની નોંબત આવી ગઇ છે.અમદાવાદનુ નામ નરસિંહ મહેતા કે અબ્દુલ કલામ નગર રાખવા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અપીલ કરી હતી.તેમણે ઉમેર્યુ હતુ કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફિરોજાબાદનુ નામ અયોધ્યા રાખ્યુ તો ગુજરાતના અમદાવાદ શહેરનુ નામ કેમ બદલી ન શકાય તેમ જણાવ્યુ હતુ.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OTkFX9
Previous
Next Post »