રણબીર કપૂર આલિયા ભટ્ટ 2020ના શિયાળામાં લગ્ન કરે તેવી અટકળ


(પ્રતિનિધિ દ્વારા)         મુંબઇ, તા. 04 ડિસેમ્બર 2019, બુધવાર

૨૦૨૦ની સાલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન કરી લે તેવી વાત આવી છે. મોટા ભાગે તેઓ આવતા શિયાળામાં લગ્ન કરવાની ગણતરી છે.''આ દરમિયાન, બન્ને જણા હાતમા ંલીધેલા તમામ પ્રોજેક્ટસે પૂરા કરવા માગે છે. તેમણે લગ્ન પહેલા એક મહિનાનું વેકેશન લેવાની યોજના કરી છે.

આ માટે તેમણે તેમની દરેક અન્ડર પ્રોડકશન ફિલ્મને પણ પૂરી કરવી પડશે, તેમ સૂત્રે જણાવ્યું હતું. રણબીર યશરાજ ફિલ્મસની 'સમશેરા'મા કામ કરવાનો છે. જ્યારે આલિયા પિતા મહેશ ભટ્ટની 'સડક ટુ, સંજય લીલા ભણશાલીની 'ગંગુબાઇ કોઠેવાલી'માં જોવા મળશે. રણબીર અને આલિયા લગ્ન માટે નવેમ્બર-ડિસેમ્બર સુધી રાહ જોશે, તેમ સૂત્રે જણાવ્યું હતું. 

તેમના લગ્ન વિદેશમાં થાય તેવી શક્યતા છે. પહેલા તો એવી વાત હતી કે, રણબીરના પિતા રિશી કેન્સરની સારવાર લઇને મુંબઇ પાછા આવે કે તરત જ તેમના લગ્ન લેવામાં આવશે. પરંતુ હાલ એવી કોઇ શક્યતા દેખાતી નથી.  આલિયાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે,લોકેને મારા લગ્ન વિશે જે અટકળ બાંધવી હોય તે બાંધે, પરંતુ હુ જ્યારે લગ્ન કરવાની હોઇશ ત્યારે આ શુભ સમાચાર પહેલા આપીશ.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YpvgMQ
Previous
Next Post »