Google નો મહત્વનો નિર્ણય, આ લોકપ્રિય મોબાઈલ એપને દૂર કરી પ્લે સ્ટોરમાંથી


સૈન ફ્રાંસિસ્કો, 16 ઓક્ટોબર 2019, બુધવાર

ગૂગલએ પ્લે સ્ટોરમાંથી એ તમામ એપ્લને દૂર કરી દીધી છે જે ભ્રામક અને હાનિકારક પ્રચાર કરી 36 ટકાના વાર્ષિક દર અને તેનાથી વધારે દર પર પર્સનલ લોન આપતી હતી. એક પ્રવક્તાના જણાવ્યાનુસાર વિસ્તારિત નાણાકીય નીતિ આ વર્ષથી લાગૂ કરવામાં આવી હતી. આ નીતિ ગ્રાહકોની સુરક્ષા માટે લાગૂ કરવામાં આવી છે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન લેંડર્સ અલાયંસના સીઈઓ મૈરી જૈક્સનએ વારંવાર કહ્યું હતું કે કંપનીઓના વ્યવહારોને અનુમતિ આપવામાં આવી હતી. તેમણે તર્ક રજૂ કરતાં કહ્યું કે પ્રતિબંધ માન્ય ઓપરેટરો સાથે તે ગ્રાહકો માટે પણ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે જે કાયદેસર લોનની શોધ કરે છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2qkl23l
Previous
Next Post »