ગૂગલ મેપ્સને ટક્કર દેશે ભારતનું 'નાવિક', આ સ્માર્ટફોનમાં કરી શકાશે ઉપયોગ


નવી દિલ્હી, 16 ઓક્ટોબર 2019, બુધવાર

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરોએ દેશના લોકો માટે પહેલું ડિજિટલ મૈપ 'નાવિક' તૈયાર કર્યું છે. તેનો ઉપયોગ લોકો 2020થી ક્વાલકોમના પ્રોસેસરવાળા સ્માર્ટફોનમાં કરી શકશે. ઈસરો અને ટેક કંપની ક્વાલકોમની ભાગીદારી આ પ્રોજેક્ટ માટે છે. આ સાથે જ નાવિક પ્લેટફોર્મને આઈઆરએનએસએસ ટેકનીકનો સપોર્ટ મળશે. ક્વાલકોમની લોકેશન બેસ્ડ ટેકનોલોજી આ સમયે ભારતના સાત સેટેલાઈટ્સ સાથે કામ કરી રહી છે. તેનાથી યૂઝર્સને પરફેક્ટ લોકેશનની જાણકારી મળશે. 

ઈસરો અને ક્વાલકોમએ આ નેવિગેશન મેપમાં ચિપસેટનો ઉપયોગ કર્યો છે. આ કારણે આ સેવા કેટલાક પસંદગીના સ્માર્ટફોન અને ઓટોમોટિવ યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે. જો નાવિક અને સ્ટેંડર્ડ જીપીએસ મળી અને કામ કરે તો તેનાથી નેવિગેશન પરફેક્ટ મળશે. ઈસરો ચીફ ડો કે સીવનના જણાવ્યાનુસાર નાવિકની મદદથી દેશમાં વિકાસની ગતિ ઝડપી થશે. તેમણે ક્વાલકોમ ટેકોનોલોજીની મદદથી તેને તૈયાર કર્યું છે. તેનાથી લોકોને ખૂબ લાભ થશે. 

કારગિલ યુદ્ધ પછી પ્લાન તૈયાર કર્યો

વર્ષ 1999ના કારગિલ યુદ્ધ બાદ ભારતએ નાવિક નેવિગેશન સિસ્ટમને તૈયાર કરવા પર વિચાર કર્યો હતો. તે સમયે ભારત અને પાકિસ્તાની સૈનિકોની લોકેશનની જાણકારી મેળવવા માટે ભારતએ અમેરિકાની મદદ માંગી હતી પરંતુ અમેરિકાએ મદદ કરવાની ના કહી હતી. 

ઈસરોએ નાવિક માટે પહેલી સેટેલાઈટ આઈઆરએનએસએસ 1એને 1 જુલાઈ 2013ના રોજ પ્રક્ષેપિત કરી હતી. ગત 12 એપ્રિલના રોજ આઈઆરએનએસ સીરીઝની સાતમી સેટેલાઈટનું સફળ પ્રક્ષેપણ થયું અને તેની સાથે જ આવશ્યક સૂચના તંત્ર પૂર્ણ થયું. જો કે પરફેક્ટ લોકેશન જાણવા માટે ભવિષ્યમાં સેટેલાઈટની સંખ્યા વધારી 11 કરવાની પણ ઈસરોની યોજના છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MNK1Ds
Previous
Next Post »