ગૂગલ પિક્સલ 4 લોન્ચ, જાણો કયા કયા ફીચર્સનો થયો સમાવેશ


નવી દિલ્હી, 16 ઓક્ટોબર 2019, બુધવાર

ગૂગલના મોસ્ટ એવેટેડ એવા ગૂગલ પિક્સેલ 4 લોન્ચ થઈ ચુક્યો છે. તેનું લોન્ચ અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં કરવામાં આવ્યું. આ લોન્ચ મેડ બાય ગૂગલ ઈવેંટ અંતર્ગત થયું. આ ઈવેંટમાં ગૂગલના શ્રેષ્ઠ ફોન વિશે જાણકારી મળશે તેમજ તેના અન્ય પ્રોડક્ટ્સ વિશે પણ લોકો જાણી શકશે. ઉલ્લેખનીય છે કે ગૂગલ પિક્સલ 4 સતત ચર્ચામાં રહ્યો છે. તેના કારણે જ અનેક જાણકારી લીક પણ થઈ ચુકી છે. 

સૂત્રોના જણાવ્યાનુસાર આ સ્માર્ટફોનમાં અપડેટેડ અને સુપર ફાસ્ટ ગૂગલ આસિસ્ટેંટ એડવાન્સડ કેમેરા ફીચર મોશન સેંસ જેસ્ચર હશે. ગૂગલએ આ ઈવેન્ટમાં જાણકારી આપી કે આગામી સમયમાં તે પોતાના પ્રોડક્ટસ અને તેના ઈનોવેશન માટે 15 કરોડ ડોલરનો ખર્ચ કરશે. ગૂગલએ પિક્સેલ બુક ગોમાં બેટરી લાઈફ પર ધ્યાન આપ્યું છે. તેની બેટરી લાઈફ 12 કલાકની હશે. તેનું બોર્ડ પણ નવીનતા સભર હશે. આ અંગે મળતી જાણકારી અનુસાર તેનું વેંચાણ 22 ઓક્ટોબરથી શરૂ થશે અને તે 23 દેશોમાં ઉપલબ્ધ હશે. તેના સ્પીકરમાં લર્નિંગ ચીપ હશે જે કમાંડને સારી રીતે સમજી શકશે. આ ઉપરાંત તેમાં મોશન સેંસ ફીચર પણ હશે. 

આ ડિવાઈસ પર ગૂગલ આસિસ્ટેંટ પણ ચલાવી શકાશે. ગૂગલનું કહેવું છે કે તેના પરનો તમામ ડેટા સિક્યોર રહેશે. તેના માટે ડિવાઈસમાં ટાઈટન એમ ચિપ લગાવવામાં આવી છે જે ડેટાને સિક્યોર રાખશે. તેની ડિસ્પ્લે પણ સારી હશે. તેમાં 90 હટ્રજનું રિફ્રેશ રેટ હશે જે કોઈ પિક્સેલ ફોનમાં પહેલીવાર જોવા મળશે. તેમાં એંડ્રોયડ 10નો ઉપયોગ થશે જેની કીમત 799 ડોલક એટલે કે 57 હજાર રૂપિયા હશે. ખાસ વાત એ છે કે ગૂગલએ પોતાના પિક્સલ માટે સ્નેપડ્રેગન સાથે પણ કરાર કર્યો છે. જે ફોનની સર્વિસને શ્રેષ્ઠ બનાવશે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OQGvLm
Previous
Next Post »