નડિયાદ, તા.14 ઓક્ટોમ્બર 2019, સોમવાર
મહેમદાવાદ તાલુકામાં બે અલગ અલગ જગ્યાઓ પર અપમૃત્યુના બનાવો બન્યા છે.જેમાં પહેલો બનાવ માંકવા ગામ નજીકની વાત્રક નદી પાસે,નેનપુર ચોકડી પાસે આવેલ ખાતરની ફેકટરીમાં બન્યા હતા.
મહેમદાવાદ તાલુકાના મંગળજીની મુવાડી ખાતે રહેતા વિપુલ લક્ષ્મણભાઇ ચૌહાણ ઉં.૧૭ તથા અન્ય છોકરાઓ સાથે વાત્રક નદીએ ગયા હતા.જ્યા વિપુલનો પગ લપસી જતા વાત્રક નદીમાં ગરકાવ થતા ડુબી જતા તેનુ મૃત્યુ થયુ હતુ.આ બનાવ અંગે સુરેશભાઇ મણીભાઇ ચૌહાણે મહેમદાવાદ પોલીસને જાણ કરતા મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજો બનાવ મહેમદાવાદ તાલુકાના નેનપુરા ચોકડી પાસે આવેલ ખાતરની ફેકટરીમાં કામ કરતા એક યુવકે ગળેફાસો ખાઇ જીવન ટુકાવ્યુ હતુ.પ્રાપ્ત વિગતો અનુસાર મુળ બાલાસિનોરનો અને નેનપુરા ચોકડી પાસે આવેલ ખાતરની ફેકટરીમાં કામ કરતા રાજુભાઇ રામાભાઇ રાઠોડે ગળેફાસો ખાધેલ હાલતમાં મળી આવ્યો હતો.જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ની મદદથી મહેમદાવાદ આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો.જ્યા ફરજ પરના તબિબીએ મૃત જાહેર કર્યો હતો.આ બનાવ અંગે ડૉ.પુરાણી તબીબી અધિકારી મહેમદાવાદ આરોગ્ય કેન્દ્રએ મહેમદાવાદ પોલીસ મથકે જાણ કરતા મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nKWNu5
ConversionConversion EmoticonEmoticon