ડસ્ટિંગ કરવાની બદલે, ભીના સ્પોન્જ અથવા તો કપડાથી ધૂળ સાફ કરવી.
રૂમમાં સિગારેટની વાસ આવતી હોય તો, કોઇ ખુલ્લા વાસણમાં સરકો નાખીને રાખવાથી દુર્ગંધ દૂર થશે.
મચ્છરોના ત્રાસને દૂર કરવા સંતરાની સુકી છાલને બાળવી.
કપડા પર પાનનો ડાઘલાગી ગયો હોય તો, તાજા જ ડાઘ પર લીંબુનો રસ લગાડી થોડી વાર રહીને ધોઇ નાખવું.
સરસવના તેલમાં કેરોસિનને સપ્રમાણ માત્રામાં ભેળવવું. આ મિશ્રણથી લાકડાનું ફર્નિચર સાફ કરવાથી ચમકી ઊઠશે.
સફેદ કપડા પર પડી ગયેલી પીળાશને દૂર કરવા ફટકડી ભેળવેલ પાણીમાં થોડી વાર પલાળી રાખીને ધોવું.
એક્સપાયર થયેલી દવાઓને પાણીમાં ભેળવી છોડ-ઝાડમાં નાખવાથી તેને પોષણ મળે છે.
મીણબત્તીને લાંબા સમય સુધી પ્રગટાવી રાખવા માટે એક પાણી ભરેલા ગ્લાસમાં મીણબત્તી રાખવી.
ટોયલેટના પોટ પરના ડાઘ દૂર કરવા માટે સફેદ સરકો નાખી સાફ કરવું.
સોફ્ટ ટોયઝને કપડાની થેલી અથવા તો તકિયાના કવરમાં નાખીને ધોવા.
કિચન પ્લેટફોર્મની સફાઇ માટે પાણી જેટલું જ લીંબુનો રસ ભેળવવો. જેથી બેકટેરિયાનો ઉપદ્રવ નહીં થાય. લીંબુપાણીના મિશ્રણને એક ક્લીનર બોટલમા ંભરી દઇને જરૂર પડે ઉપયોગમાં લેવું.
થર્મોસમાંથી દુર્ગંધ આવતી હોય અથવા તો ગંદો થઇ ગયો હોય તો, થર્મોસમાં રાતના સરકો ભરીને રાખવો અને સવારે સાફ કરી નાખવું.
લીંબુની સુકવેલી છાલનો એક ચમચો પાવડર કપડા ભીંજવતી વખતે નાખવાથી કપડાનો મેલ સરળતાથી દૂર થશે તેમજ કપડાની ચમક વધશે. સફેદ કપડામાં પણ આ જ નુસખો અજમાવવો.
- મીનાક્ષી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2oG5Mx2
ConversionConversion EmoticonEmoticon