શરીરની કુલ કોલેસ્ટ્રોલની જરૂરતનો ૭૫ ટકા ભાગ તમે લીધેલા ખોરાકમાંથી લિવર બનાવે છે. જ્યારે બાકીના ૨૫ ટકા તમે ખોરાક મારફતે લો છો
સ. કોલેસ્ટ્રોલ એટલે શું ?
જ. ''કોલેસ્ટ્રોલ'' એક ચીકણો પીળો પદાર્થ છે જે ખોરાકમાં લેવામાં આવતા બધા જ ચરબીવાળા વેજિટેરિયન અને નોન વેજીટેરિયન પદાર્થોમાં હોય છે.
સ. કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી છે ?
૧. કોલેસ્ટ્રોલ શરીરમાં રહેલા દરેકે દરેક અંગોના અગણિત કોષ (સેલ)ને બનાવવામાં મદદ કરે છે. ૨. ખોરાકમાં રહેલી ચરબીના પાચન માટે લિવર પિત્ત (બાઈલ) બનાવે છે તે કોલેસ્ટ્રોલથી બને છે. ૩. દરેક હોર્મોન ગ્રંથિ (એડ્રીનલ, ટેસ્ટિસ, ઓવરીસ, પિચ્યુટરી વગેરે)ના હોર્મોન જે મિનરલોકોર્ટોઇડ્સ તરીકે ઓળખાય છે તે બધા જ (પ્રોજેસ્ટ્રોન, એન્ડ્રોજન્સ, ગ્લુકોસ્ટરોઇડ્, ઇસ્ટ્રોજન્સ, ઇન્સ્યુલીન) બનાવવાનું કામ કોલેસ્ટ્રોલ કરે છે.
જો સ્ટરોઇડ હોર્મોન પૂરતા પ્રમાણમાં બને નહીં તો વજનની, પાચન ક્રિયાની, હાડકાંની વૃદ્ધિની, જાતિયશક્તિની અને મગજની શક્તિની અનેક તકલીફો થાય છે.
સ. શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ક્યારે વધે ?
જ. આગળ જણાવ્યા પ્રમાણે ખોરાકમાં લેવામાં આવતા બધા જ ચરબીવાળા વેજિટેરિયન અને નોન વેજિટેરિયન ખોરાક વધારે પ્રમાણમાં લેવામાં આવે ત્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે. અહીં એક વાત ચોક્કસ યાદ રાખવી જોઇએ કે વૈજ્ઞાાનિકોના જણાવ્યા પ્રમાણે શરીરની કુલ કોલેસ્ટ્રોલની જરૂરતનો ૭૫ ટકા ભાગ તમે લીધેલા ખોરાકમાંથી લિવર બનાવે છે. જ્યારે બાકીના ૨૫ ટકા તમે ખોરાક મારફતે લો છો. આ ઉપરાંત વારસાગત કારણો (જીનેટીક્સ)ને લીધે પણ તમારા લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોઇ શકે.
સ. સારું કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ એટલે શું ?
જ. લોહીમાં કોલેસ્ટ્રોલ ''પ્રોટીન'' સાથે જોડાઇને જે પદાર્થ બનાવે તેને ''લાઇવપ્રોટીન'' કહેવાય. એ રીતે સારા કોલેસ્ટ્રોલવાળું ''એચ.ડી.એલ.'' અથવા ''હાઇ ડેન્સીટી લાઇપોપ્રોટીન'' કહેવાય અને ખરાબ કોલેસ્ટ્રોલવાળું ''એલ.ડી.એલ'' અથવા ''લો ડેન્સીટી લાઇપોપ્રોટીન'' કહેવાય.
લોહીમાં ''હાઇ ડેન્સિટિલાઇપોપ્રોટીન''નું પ્રમાણ જેટલું વધારે હોય તેટલી હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી ગણાય જ્યારે ''લો ડેન્સીટી લાઇપોપ્રોટીન'' વધારે હોય ત્યારે તે બીજા પદાર્થો સાથે મળીને લોહીની નળીઓમાં ગઠ્ઠા (પ્લેક) બનાવે જેથી લોહીની નળીઓને સાંકડી બનાવે જેને 'એથેક્લ્રોસિસ' કહેવાય એટલે હૃદયના સ્નાયુને પોતાના કામ માટે પૂરતું લોહી (શક્તિ) ના મળે આ કારણથી છાતીમાં દુખાવો થાય જેને હાર્ટ એટેક કહેવાય.
સ. તમારા લોહીમાં બંને પ્રકારના કોલેસ્ટ્રોલની ખબર કેવી રીતે પડે ?
જ. લોહીમાં ''હાઇ ડેન્સિટિલાઇપોપ્રોટીન''નું પ્રમાણ વધારે હોય ત્યારે કોઇ પણ જાતના શારીરિક લક્ષણ હોય નહીં પણ જો ''લો ડેન્સીટી લાઇપોપ્રોટીન'' વધારે હોય તો છાતીમાં દુખાવો થાય જેને ''હાર્ટ એટેક'' કહેવાય. આટલા માટે લક્ષણોની રાહ જોવાને બદલે ૩૦ વર્ષ પછી દર વર્ષે માન્ય પેથોલોજી લેબોરેટરીમાં ભૂખ્યા પેટે 'લિપિડ પ્રોફાઇલ' નામની લોહીની તપાસ કરાવી લેવી જોઇએ જેનાથી તમારા લોહીમાં સારા કોલેસ્ટ્રોલ (એચ.ડી.એલ.) અને ખરાબ કોલેસ્ટ્રોલ (એલ.ડી.એલ.)નું પ્રમાણ અને તેનો રેશિયો કેટલો છે તેની ખબર પડે.
સ. લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે કેવી રીતે ?
જો તમારા ખોરાકમાં સંત્રપ્ત ચરબી (સેચ્યુરેટેડ ફેટ) એટલે ઘી, માખણ, ક્રીમ અને કૃત્રિમ ઘી (ટ્રાન્સફેટ - ડાલડા) વગેરેનું પ્રમાણ વધારે હશે તો તમારા ''લિપીડ પ્રોફાઇલ''ના રિપોર્ટમાં ''લો ડેન્સિટિ લાઇપોપ્રોટીન''નું પ્રમાણ વધારે આવશે અને હાર્ટ એટેક આવવાની શક્યતા ખૂબ વધી જશે.
ટ્રાઇગ્લિસરાઇડ્સ એટલે શું ?
'લિપિડ પ્રોફાઇલ'ના રિપોર્ટમાં એક બીજો પદાર્થ 'ટ્રાઇગ્લિસરાઇડ્સ' છે. તમારા શરીરની કુલ કેલરીની જરૂરત કરતાં તમે વધારે ખોરાક લીધો હોય ત્યારે વધારે પડતી કેલરીને તમારું શરીર ''ટ્રાઇગ્લિસરાઇડ્સ''માં રૂપાંતર કરી નાખે છે. આ પદાર્થ તમારા શરીરમાં રહેલા ચરબીના કોષ (ફેટ સેલ્સ)માં હોય છે. જેમનું વજન વધારે હોય, આળસુ હોય એટલે કે કોઇપણ જાતનો શ્રમ કે કસરત ના કરતા હોય, જેમાં વધારે કાર્બોહાયડ્રેટ વાળો ખોરાક લેતા હોય અને સિગારેટ અને દારૂ પીવાની ટેવ હોય તેમના ''લિપિડ પ્રોફાઇલ''ના રીપોર્ટમાં ''ટ્રાઇગ્લિસરાઇડ્સ''નું પ્રમાણ
વધારે આવશે. ટ્રાઇગ્લિસરાઇડ્સ વધારે હોય ત્યારે પણ હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે.
સ. લિપિડ પ્રોફાઇલનો રિપોર્ટ એટલે શું ?
જ. હાર્ટ એટેકની શક્યતા જાણવા આ રિપોર્ટ કરાવવો જોઇએ. લિપિડ પ્રોફાઇલના નોર્મલ રિપોર્ટમાં નીચે પ્રમાણે રિપોર્ટ હોવો જોઇએ.
કુલ કોલેસ્ટ્રોલ - ૧૧૦ થી ૨૦૦ એમજી/ડીએલ.
એચ.ડી.એલ. કોલેસ્ટ્રોલ - ૪૦ થી ૬૦ એમજી/ડીએલ.
એલ.ડી.એલ. કોલેસ્ટ્રોલ - ૦.૦ થી ૧૦૦ એમજી/ડીએલ.
ટ્રાઇગ્લિસરાઇડ્સ - ૪૦ થી ૨૦૦ એમજી/ડીએલ.
કોલેસ્ટ્રોલ વધારે આવે તો હાર્ટ એટેક આવે ?
તમારા લોહીમાં કોલેસ્ટ્રોલ વધારે હોવાનું મુખ્ય કારણ વારસાગત (જીનેટિક્સ) છે. તમારા શરીરની કુલ કોલેસ્ટ્રોલની જરૂરતનો ૭૫ ટકા ભાગ તો તમારું લિવર બનાવે છે. બાકીના ૨૫ ટકા તમે ખોરાકમાં લો છો. બધા જ પ્રાણીજ પદાર્થો (નોનવેજિટેરિયન)માં કોલેસ્ટ્રોલ હોય.
દૂધ પ્રાણીજ પદાર્થ ગણાય એટલે તમે દૂધ અને દૂધમાંથી બનતી બધી જ વસ્તુઓ ક્રીમ, માખણ, ચીઝ, દહી, માવો અને ઘીના ઉપયોગથી બનાવેલી મીઠાઇઓ, બિસ્કિટ, ખારી, નાનખટાઇ, કેક, પેસ્ટ્રી, ઘી અને ટ્રાન્સફેટમાં તળેલી પોટેટો ચિપ્સ, વડાપાવ, ભજીયા, દાળવડા, પીઝા અને નોન વેજીટેરિયન હો તો ઈંડા, ચિકન, માછલી, રેડ મીટ, દરિયાઇ જીવ, અને પ્રાણીજ ચરબીનો ખોરાકમાં વધારે પડતો ઉપયોગ કરો ત્યારે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે. જ્યારે આ પ્રમાણ વધારે હોય ત્યારે હાર્ટ એટેકની શક્યતા વધે.
લોહીમાં કોલેસ્ટ્રોલ વધારે હોય તો ચિંતાનું કારણ શા માટે ગણાય ?
આગળ જણાવ્યા પ્રમાણે વધારે કોલેસ્ટ્રોલ હોય તો હાર્ટએટેક આવે, બ્રેઇન એટેક (સ્ટ્રોક) આવે અને યાદ શક્તિ જતી રહેવાના પ્રોબ્લેમ થાય અને મૃત્યુ પણ થાય.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31XmK8x
ConversionConversion EmoticonEmoticon