રિચાને એ બાબતનો ખેદ છે કે થોડાક સમય અગાઉ શરૂ થયેલી મી-ટુ મૂવમેન્ટ હવે ઠંડી પડી ગઈ છે. એમાં જે મોટા માથાઓના નામ આપ્યા હતા
વરસ ૨૦૦૮માં રિચા ચઢ્ઢાએ ઓયે લકી! લકી ઓયે દ્વારા બોલીવુડમાં કારકિર્દીની શરૂઆત કરી. પરંતુ છેલ્લા ૧૧ વરસમાં રિચા જેટલી ફિલ્મોનો હિસ્સો બની એમા એણે બોલીવુડની પરંપરાગત હીરોઈનનો રોલ કદી નથી કર્યો. એણે હંમેશાં અટપટી ભૂમિકાઓ સ્વીકારી. પરિણામની ચિંતા કર્યા વિના. હવે એની છેલ્લી સેક્શન ૩૭૫ બોક્સ ઓફિસ પર ઝાઝી સફળ ન રહી. પરંતુ રિચાના અભિનયના વખાણ થયા.
રિચા કહે છે એની કારકિર્દી કોઈ પણ દિવસ સરળ નથી રહી. એની નિષ્ફળ ફિલ્મોની યાદી સફળ કરતા વધુ લાંબી છે. અભિનયનો નાનપણથી એને શોખ છે. શોખનું રૂપાંતર વ્યવસાયમાં કરવાના હેતુથી જ એ મુંબઈ આવી હતી. એક સક્ષમ અદાકારા બનવાનો એનો હેતુ છે અને રહેશે પણ. યુવાની વીતી જાય પછી પણ એને નોંધપાત્ર કામ કરવું છે અને કામ મળતું રહે એટલા માટે અત્યારથી એ ઝઝૂમે છે.
એ ઝાડની હરતેફરતે નાચીને, વરસાદમાં ભીંજાઈને, શિફોનની સાડી પહેરીને અભિનય નથી કરવા માંગતી. એની આ જીદને કારણે એને ફાળે કામ ઓછું આપ્યું છે પણ જે ભૂમિકાઓ ભજવી છે એનો એને સંતોષ છે. એની બળવાખોર છબીને કારણે એના રોલ પર નિર્માતાની કાતર ફરી છે, એની કારકિર્દીને ટૂંકાવવાના પ્રયાસ થયા છે. આમ છતાં એ ખુશ છે.
રિચા કહે છે કે એણે ૨૪ ની ઉંમરે ગેંગ ઓફ વાસેપુરમાં નવાઝુદ્દિન સિદ્દિકીની મમ્મીનું પાત્ર ભજવ્યું હતું. એ દિવસોમાં એના આ નિર્ણયનો ભારે વિરોધ થયો હતો. પણ એ ત્યારે મક્કમ રહી અને આજે એ આ નિર્ણય બદલ ગૌરવની લાગણી અનુભવે છે. રિચાએ કેટલી ફિલ્મોની યાદીમાં રોમેન્ટિક-કોમેડી એક પણ નથી.
અને તમામ શક્યતા છે કે એ ભવિષ્યમાં પણ રોમેન્ટિક ફિલ્મોનો હિસ્સો ન બને. ફિલ્મોની ઓફર થાય ત્યારે એની ગરણીમાંથી ગાળે છે. એ જાણે છે કે હટકે કહી શકાય એવી ભૂમિકાઓ માટેનો એનો તલસાટ એના વિકલ્પો પર કાતર ફેરવી દેશે. એક જાતીયતાના પ્રચુર દ્રષ્યો ધરાવતી ફિલ્મનો હિસ્સો બનવા માટે એને તગડા મહેનતાણાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ એણે ન જ સ્વીકારી. એ પસંદગીની ફિલ્મો જ કરે છે.
રિચાએ આર્ટિકલ ૩૭૫માં આદર્શવાદી વકીલની ભૂમિકા ભજવી છે. અગાઉ એણે આદર્શવાદનો ઝંડો કોઈ દિવસ ન,તો ઉપાડયો. એને મસાનનો હિસ્સો બનવાનું પણ ગૌરવ છે. આર્ટિકલ ફિલ્મમાં અભિનયની બારીકીઓથી પરિચિત થવા એણે વકીલ મિત્રોની મદદ લીધી હતી. જીવનના એક તબક્કે તો એને એવી પ્રતીતિ થઈ હતી કે અભિનય કરવાનું એ ભૂલી ગઈ છે. પરંતુ મસાન અને વાસેપૂરે એનો ખોવાયેલો આત્મવિશ્વાસ પરત અપાવ્યો.
રિચાને એ બાબતનો ખેદ છે કે થોડાક સમય અગાઉ શરૂ થયેલી મી-ટુ મૂવમેન્ટ હવે ઠંડી પડી ગઈ છે. એમાં જે મોટા માથાઓના નામ આપ્યા હતા એ પણ હવે પૂરજોશમાં બોલીવુડમાં સક્રિય છે. હવે લગભગ તમામ કાસ્ટિંગ ડિરેક્ટરની ઓફિસોમાં સીસીટીવી કેમેરા લાગી ગયા એનો એને આનંદ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2B2roGC
ConversionConversion EmoticonEmoticon