સોનુ સુદઃ 'સખત મહેનતનો વિકલ્પ નથી' મેં મારી મહેનત થકી જ બધું મેળવ્યું છે


એક  સમય હતો જ્યારે  અક્ષય, શાહરૂખ  અને સલમાનની  ફિલ્મો સાથે પણ  મને ઓફર  થતી ત્યારે  મારા રોલ મને ગમતા હતા, એ રોલ કરવાથી મને ઝડપી સફળતા  પણ મળી.

એક સાથે પાંચ ભાષાની  ફિલ્મોમાં કામ કરનારા,  બોલીવૂડમાં  ૧૮ વર્ષની કારકિર્દી  ધરાવનારા  આ કલાકારે  માત્ર હિન્દી જ  નહીં,  દક્ષિણની  પણ ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી હવે  નિર્માતાની  કેપ પહેરી ટેનિસ  ખેલાડી  પી.વી. સિધ્ધુના  જીવનકવન  પર એક મહત્ત્વાકાંક્ષી  ફિલ્મ બનાવવાની તૈયારીમાં  વ્યસ્ત  છે. ફિલ્મોદ્યોગમાં  અત્યાર સુધીમાં તેણે જે સ્થાન  મેળવ્યું  છે એ સતત સખત   સંઘર્ષ  અને મહેનત કરીને  મેળવ્યું  છે. આ એક્ટર છે સોનુ સુદ. એ તેના ભૂતકાળ અને ભવિષ્યની  યોજનાઓ  માટે શું કહે છે એ જાણીએ.

'મેં  અત્યાર સુધી  જે કંઈ કામ કર્યું  છે એ તેની અગત્યતાને  ધોરણે  કર્યું  છે.  ગયા વર્ષે  મેં  'સિમ્બા'  ફિલ્મ કરી, જેને મને મળેલા  આવકારથી હું ખૂબ  ખુશ  છું.  મારી ૧૮ની  કારકિર્દીમાં  બોલીવૂડની  ફિલ્મો  અને સાઉથની  ફિલ્મો માટે ચોક્કસ તબક્કા  મેં તૈયાર કર્યાં હતાં અને એ આધારે જ   ફિલ્મો કરી,  આજે પણ એ જ  રીતે  કરી  રહ્યો  છું. બેશક,  'સિમ્બા'  પછી મેં દક્ષિણમાં  એક રસપ્રદ   ફિલ્મના  પ્રોજેક્ટ  પર સહી કરી. 

અત્યારે  અમે  હું  અને મારી ટીમ પી.વી. સિધ્ધુના  જીવનકવન  પર આધારિત  ફિલ્મની યોજના તૈયાર કરવામાં  વ્યસ્ત  છીએ.  આ ફિલ્મમાં  નવો  ક્લાઈમેક્સ   હશે,  જેમાં બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તેણે જે વિજય મેળવ્યો  છે એ બાબત પણ આવરી લીધી  છે. અમે  એ  ફિલ્મમાં સિધ્ધુના  કોચ પી.ગોપીચંદને કામ કરવા મનાવી રહ્યી છીેએ.  હું નિર્માતા   છું, મેં કેટલીક  ફિલ્મોની પટકથા  માટે ચર્ચા પણ  કરી  છે. અત્યારે બધુ જ ખૂબ સરળતાથી  આગળ વધી  રહ્યું છે.  એમ  સોનુ  સુદ  કહે  છે.

બોલીવૂડ  અને દક્ષિણની  ફિલ્મો અંગે સોનુ કહે છે,  'આ તો માત્ર સમયનો  જ  પ્રશ્ન  છે. હું તોબોલીવૂડની   અને  દક્ષિણની  ફિલ્મો  એકસાથે કરું  છું  અને હા,  રિલિઝની  તારીખમાં  સ્વાભાવિક રીતે  મારું  નથી ચાલતું. હા, સાઉથની  ફિલ્મો મને બોલીવૂડની  ફિલ્મો કરવા  માટે સહાયરૂપ  થતી.  જો કે આજે પરિસ્થિતિ માટે હું રાહ જોઈ  શકું  છું   અને મને ઉત્તેજના  જગાવે એવી ભૂમિકા માટે હું રાહ જોઈ શકું છું.  સાઉથની  ફિલ્મો  તો મારા માટે લવચીક  અસ્તર તૈયાર  કરી આપે  છે. 

જ્યારે  તમારી પાસે કોઈ પ્રકારનું  કામ ન હોય ત્યારે  તમે  કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ સ્વીકારવા  તૈયાર થઈ જાય  છો પછી ભલેને તેમાં તમારું મન  લાગ્યું નહીં હોય,  પણ જો તમારી પાસે અન્ય  ફિલ્મોનું  બફર  હોય ત્યારે  તમે કોઈપણ પ્રોજેક્ટ   નકારી શકો છો.  મારા આ નિર્ણયનો ફિલ્મ સર્જકો  આદરપૂર્વક  અને પ્રમાણિકતા   પૂર્વક  સ્વીકાર  કરે છે, એમ સોનુ સુદ ભારપૂર્વક  કહે  છે.

સલમાન  ખાન સાથે મિત્રતા  હોવા છતાં તમે તેની  સાથેની 'દબંગ-૨' ફિલ્મ  નકારી  કાઢી હતી,  એવા પ્રશ્નના  ઉત્તરમાં  સોનુ સુદ  આત્મવિશ્વાસ થી કહે  છે, 'હા,  સાચી વાત  છે. મેં 'દબંગ-૨' નકારી કાઢી તેથી  લોકોને લાગ્યું કે મારામાં  ફેરફાર  આવ્યો  છે, પણ   વાસ્તવમાં  એ સાચું નહોતું.  જો કે એ પછી  મારા  તરફનું  તેમનું  લેન્ડિંગ  વધુ મજબૂત  બની ગયું.  તેમણે (સલમાને ) વાસ્તવિકતાનો આદર  કર્યો. મેં તેમને કહ્યું કે  એ રોલ મારા ગળે ઉતરી ન શક્યો. 

અમે બંને વ્યવસાયિકો  છીએ.  અને અમે બંને એકબીજાની સર્જનાત્મકનો આદર કરીએ છીએ. કોૈઈ પણ  રીતે મુશ્કેલી  સહેવી એ કરતાં પહેલાંથી જ સ્પષ્ટ  કરી દેવું વધુ સારું છું. એક મોટા બેનર તરફથી  મને એક  ઓફર આવી- મને પટકથા મોકલવામાં આવી. હું ખુશ થઈ ગયો, પણ જ્યારે મેં એ વાંચી  તો તે મને આકર્ષી ન શકી.  મેં તેમને એ પાછી મોકલી.  ફૂલોના   ગુલદસ્તા  સાથે !   અને સાથે ના પણ  પાડી દીધી. એક તબક્કે  તો મને લાગ્યું કે હવે  એ લોકો મને  નવી  ફિલ્મ ઓફર નહીં કરે, પણ તમને જે સાચું  લાગે  એ કહી દો એ જ સારું  અને સાચું  છે. જે  મારા મનને નથી ગમતું  એને હું કદીય સ્વીકારતો નથી.

કોઈ  ફેરફાર  જોવા મળ્યો? - 'ના  ખરેખર નહીં'  એમ  કહી સોનુ  ઉમેરે  છે.  મને જે મ રોલ  ઓફર  થાય  છે, તેના પર  થાય  છે.  તેના પર મારા નિર્ણયનું  સદાય વર્ચસ્વ  રહે છે. એક  સમય હતો જ્યારે  અક્ષય, શાહરૂખ  અને સલમાનની  ફિલ્મો સાથે પણ  મને ઓફર  થતી ત્યારે  મારા રોલ મને ગમતા હતા, આ એક સંજોગોવસાત  હતું કે એ રોલ કરવાથી મને ઝડપી સફળતા  પણ મળી. આ બધા પછી  છેલ્લા થોડા વર્ષોમાં  મને જે રોલ ઓફર  થયા  એ રોલ મને ગમ્યા નથી. મેં એ ફિલ્મો  પણ જોઈ નથી.

મને ગમે એ જ હું સ્વીકારું  છું. મને ગમે એ જ હું કરું  છું.  ભૂતકાળ  પર એક નજર નાખીએ.  અક્ષય,  સલમાન અને શાહરૂખ  જે કોઈપણ  હોય તેમને એમ લાગે  કે આ રોલ મારા માટે  યોગ્ય  છે તો તેમણે  ફોન  કરીને  જરૂર  બોલાવ્યો હોત. અને તેમની  ફિલ્મમાં કામ કરવા કહ્યું.   આ તબક્કા પછી  દર વર્ષે હું કંઈક નવું કરું છું. હું રોહિત  શેટ્ટી અને  જેકી ચાન સાથે કામ કરું  છું. 'તૂટક તૂટક  તુટિયા' ફિલ્મનું નિર્માણ  મેં કર્યું હતું. મને આનંદ થાય છે કે હું કરી શક્યો. જો તમે દરેક  ફિલ્મમાં  જોવા મળશો, તો તમે નિષ્ફળ  ઠરશો.    તમે  જે માટે આગળ  આવ્યા છો, તે  કદાચ  જોવા ન મળ્યું હોત. 

કોઈ  અન્ય  અભિનેતાથી અસલામતી  અનુભવી છે?  એવા એક પ્રશ્નના ઉત્તરમાં સોનુ કહે છે, મેં એવું કદી નથી વિચાર્યું. મેં હાંસલ કર્યું  છે,   જે મેં વિચાર્યું હતું. વાસ્તવમાં  મારા   વિચારો સ્પષ્ટ   છે.  એન્જિનિયર  છું. પપ્પાની  બિઝનેસ જોઈન  કરી ને   ત્યાં જ કંઈક  કરી લઈશ. હું  મેગા   શહેરનો સામાન્ય  છોકરો હતો.  મેં કદી એવું  વિચાર્યું પણ નહોતું કે એક દિવસ  જેકી ચાંગ સાથે ખભેખભે મિલાવીને  કામ  કરીશ.  આજે  હું અહીં છું. મેં સખત  મહેનત કરી છે અને દરેક દિવસો  મેં ગણ્યા  છે. આથી,  કોઈ કારણ  નથી  કે અસલામતી  અનુભવું.

મારી  માતા મને કાયમ  કહેતી,' શાંતિ રાખ. આમથી તેમ  દોડધામ ન કર.  સારો સમય આવશે  ત્યારે બધું જ સારું થશે. મેં જે ધાર્યું હતું  એ મેં મેળવ્યું છે. એનો મને આનંદ છે. હું આવ્યો ત્યારે   મારો ચહેરો નવા આગંતુક  જેવો નહોતો.  હા,  મારી  પાસે સિનેમાની  કોઈ  પાર્શ્વભૂમિકા  પણ નહોતી.  બે દાયકા  પહેલા હાથમાં  ફોટાનો  આલ્બમ  લઈ ઓફિસરે- ઓફિસે આંટા મારતો  કે ક્યાંક કામ મળી જશે.  મને યાદ  છે એક ઓફિસમાં   ગયો હતો ત્યારે  રિસપ્શનિસ્ટ ે મારી  સામે જોયું  પણ નહોતું.   

તેણે મને  એટલું  કહ્યું કે  ફોટા  અહીં  મૂકીને  જાવ. તે વેળા  હું ચુસ્ત  ટી-શર્ટ  અને જીન્સ  પહેરતો - કોઈ  ચહેરો જોઈને  તે નહીં પણ  બોડી જોઈને તો કામ આપશે.  બાદમાં, મને ભાન થયું કે આવી  કોઈ   ટ્રિક  નહીં ચાલે.  ટૂંકી  વાતચીત કરવાનું હું  શીખ્યો. અને મેં ગ્લાસ ઓફ વોટર  માગવાનું શરૂ કર્યું . અરે, કોઈક દિવસ  તો  મેં  ૪૦ ગ્લાસ પાણી ગટગટાવ્યું  છે.   આમ, આ સ્થળે પહોંચવા મેં ઘણી  સખત  મહેનત કરી છે અને તેનો કોઈ વિકલ્પ નહીં, એમ સોનુ  ગંભીર બનીને  કહે છે.

હું  અભિનય  છોડવા  નથી ઈચ્છતો. હું તો અભિનય  કરતો જ રહીશ. મારા એક મિત્રએ કહ્યું હતું 'એક દિવસ તું  પ્રોડયુસર  બનશે' આજે  બની ગયો  છું. મેં  બે ફિલ્મનું પ્રોડક્શનનું  કામકાજ સંભાળ્યું  છે. અને પી.વી. સિધ્ધુ ને જીવનકથની  પરથી ફિલ્મ બનાવવાનું મારું સૌથી  સાહસ હશે.  હું પી.વી. સિધ્ધુની કથા અલગ રીતે  કહેવા માગું  છું  અને એ ત્યારે જ શક્ય બનશે, જ્યારે હું એ ફિલ્મનું  નિર્માણ  કરીશ.' એમ  સોનુ  આશાસ્પદ  નજરથી  ઉત્તર આપી વિરામ લે છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MufZod
Previous
Next Post »