કાપડ બજારમાં શ્રાદ્ધ પૂરા થયા પછી પણ ઘરાકીમાં કોઈ મેર નથી. કાપડમાં મુખ્ય પ્રશ્ન વધારે ઉત્પાદન અને સામે ઘટી ગયેલ ડીમાન્ડ મુખ્ય છે. વધુમાં નાણાની સાયકલ બરાબર ચાલતી નહિ હોવાના લીધે બજારમાં પેમેન્ટના ધારા-ધોરણ બગડવા પામેલ છે. સરકારે કોરપોરેટ ટેક્ષમાં સારા પ્રમાણમાં ઘટાડો કરેલ છે. તે સમયે બજારમાં મોરલ સુધરવા પામેલ પરંતુ પાછું બજાર તેની જગ્યાએ પાછું આવી ગયેલ છે. કાપડમાં ઘરાકી અને લેવાલી ઓછી થવાના લીધે ગ્રે કાપડના ભાવમાં ઘટાડો થવા પામેલ છે.
કાપડમાં કોટન કાપડના ભાવમાં રૂા. ૬ થી રૂા. ૮નો ઘટાડો થવા પામેલ છે. રેયોનના ભાવમાં રૂા. ૪ થી રૂા. ૬નો ઘટાડો થવા પામેલ છે. આ વર્ષે દેશમાં સારો વરસાદ થયેલ છે. દેશમાં સરેરાસ ૧૧૦ ટકા ઉપર વરસાદ થયેલ છે. જ્યારે ગુજરાતમાં ૧૪૦ થી ૧૪૫ ટકા વરસાદ થતાં કપાસના વિપુલ પાકની ગણત્રી મુકવામાં આવી રહેલ છે. તેના પગલે કોટન યાર્નના ભાવમાં નરમાઈ જોવા મળી રહેલ છે.
જોકે બિહાર-યુપી રાજ્યમાં મેઘતાંડવના લીધે વેપાર ખોરવાયેલો છે. આના પરિણામે બિહાર-યુપીના પેમેન્ટ લેઈટ પડવાના સંજોગો દેખાઈ રહેલ છે. વરસાદના કારણે કલકત્તાની દુર્ગાપૂજાની ઘરાકી ફેઈલ ગયેલ છે. વધુમાં આગળ ત્રણ રાજ્યોની ચૂંટણીઓ આવતી હોવાના લીધે ઘરાકીને અસર થયેલ છે. આ ત્રણ રાજ્યોમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં ૨૧ ઓક્ટોમ્બરે ચૂંટણી છે. આ ત્રણ રાજ્યોમાં આચારસંહિતા હોવાના લીધે રોકડ રકમની હેરાફેરી ખોરવાઈ ગયેલ છે.
આ દિવાળીમાં કાપડમાં પગાર પ્લસ બોનસ ચૂકવાનું હોવાથી નાણાભીડ વધુ તીવ્ર બનશે. વધુમાં ઓક્ટોમ્બર મહિનામાં રવિવારની ૪ રજાઓમાં ૬-૧૩-૨૦-૨૭ અને શનિવારની રજાઓમાં ૧૨ અને ૨૬ તારીખ બેન્કો બંધ રહેશે. જ્યારે ૨જી ગાંધી જયંતિની રજા હતી. તા. ૮ દશેરાની રજા અને ૨૮ નૂતન વર્ષ અને ૩૧ તારીખે સરદાર પટેલ જયંતિની બેંકોમાં રજાના લીધે નાણાંકીય વ્યવહાર બગડશે. આમ ઓક્ટોમ્બર મહિનામાં બેન્કોની કુલ ૧૦ રજાઓના લીધે વેપારીઓના એડજેસ્ટમેન્ટમાં તકલીફ પડશે.
રૂ ના ઘટતા ભાવ: કાપડ બજારમાં કમ્પોઝીટ મિલો પાસે સ્ટોક વધતો જાય છે. પાવરલુમ ફેક્ટરીઓ પાસે આગળ ક્યા માલો બનાવવા તે માટે મુંઝવણ વધવા પામેલ છે. જ્યારે પ્રોસેસના કારખાના પાસે કામકાજના અભાવે અઠવાડીએ ૩ થી ૪ દિવસ બંધ રાખવાનો સમય આવેલ છે. સ્પીનીંગ યુનિટોની હાલત ઘણી ખરાબ છે. આ વર્ષે કપાસના વિપુલ પાક આવશે અને તેના લીધે કપાસના ભાવમાં સારા પ્રમાણમાં ઘટાડો થઈ શકે.
એક અંદાજ પ્રમાણે રૂ ના ભાવ રૂા. ૪૦,૦૦૦ ખાંડી દીઠ થઈ શકે. અને આમ થતાં સ્પીનીંગ યુનિટો અત્યારે શું ભાવે ખરીદી કરી યાર્ન વેચવું તે નુકશાની કરવાના મૂડમાં નથી. કપાસમાં એક્ષપોર્ટમાં ૩૬ ટકાનો ઘટાડો થવા પામેલ છે. રૂ ની નિકાસ ૪૪ લાખ ગાંસડી થયેલ છે. જ્યારે આયાત ગયા વર્ષ કરતા બમણી એટલે કે ૨૯ લાખ ગાંસડી થવા પામેલ છે.
લણણીની સિઝન નજીક આવી રહેલ છે. કપાસના ખેડૂતો આ ખરીફ સીઝનમાં ઉંચા દામ મેળવવાની આશા રાખીને બેઠો છે. પરંતુ દેશમાં અને વિશ્વમાં કપાસના વધુ પડતા ઉત્પાદનના લીધે રૂ ના ભાવ દબાયેલા રહે એવી સંભાવના છે. વર્ષ ૨૦૧૨-૧૩ રૂ ના ભાવમાં ભારે ચઢાવ-ઉતાર થયેલ હતા એક વખતે રૂ ના ભાવ રૂા. ૬૦,૦૦૦ પહોંચેલ અને પછી બીજી સીઝનમાં રૂ ના ભાવ ઉતરીને રૂા. ૩૨૦૦૦ થયેલ. આ વર્ષે રૂ ના ભાવ રૂા. ૪૦,૦૦૦ ની આસપાસની ગણત્રી મુકાઈ રહેલ છે.
જોબવર્કના ઘટતા ભાવ: કાપડમાં લેવાલીના અભાવે અને આગળ ક્યા માલો ચાલશે તેની મુંઝવણમાં જોબવર્કના ભાવમાં ઘટાડો થવા પામેલ છે. એરજેટના પીકે ૧૫ થી ૧૭ પૈસા જોબવર્ક ચાલી રહેલ છે. આમાં ઠોબીના ભાવ ૧૮ પૈસા પીકે થયેલ છે. રેપીયર લુમ્સમાં ૨૩ થી ૨૫ પૈસા પીકે જોબવર્ક ચાલી રહેલ છે.
સુલ્ઝર લુમ્સ અમદાવાદ ખાતે ઓછી છે અને સુલ્ઝરની જગ્યાએ પીકાનોલ કંપનીની રેપીયર લુમ્સમાં કન્વર્ટ કરવા લાગેલ છે. સુલ્ઝર લુમ્સમાં ૧૪ પૈસા પીકે જોબવર્ક ચાલી રહેલ છે. જ્યારે સુલ્ઝર ડોબીમાં ૧૮ થી ૨૦ પૈસા ચાર્જ થઈ ગયેલ છે. અરવિંદ મીલ્સ જે બહાર જોબવર્કથી કાપડ વીવ કરતી હતી તેને તે કામમાં કાપ મુકેલ છે અને જેની જોડે કોન્ટેક કરેલ હોય તેની જોડે જ અરવિંદ કામ કરી રહેલ છે.
નિકાસમાં ઘટાડો: કાપડમાં એક બાજુ મોર્ડન લુમ્સના લીધે ઉત્પાદનમાં વધારો થવા પામેલ છે. જ્યારે બીજી બાજુ એક્ષપોર્ટમાં કામકાજ ઘટેલ છે. તેના પરિણામે ઘરઆંગણે કાપડ-વેચવા માટે વધુ માલ આવી રહેલ છે. તેના લીધે બાયર્સ મારકીટ થઈ જવા પામેલ છે. ૨૦૧૯ એપ્રિલથી જુલાઈ દરમિયાન કોટન ટેક્ષટાઈલની નિકાસમાં ૨૪.૫ ટકાનો ઘટાડો થયેલ છે.
આમાં ગારમેન્ટ અને મેઈડઅપ્સની નિકાસમાં વધારો થયેલ છે. પરંતુ કોટન યાર્ન અને કાપડની નિકાસ ઘટેલ છે. છેલ્લાં ૪ મહિનામાં કોટન યાર્નની નિકાસમાં ૩૫ ટકા ઘટેલ છે. ચીન ખાતે ૫૦ ટકા, બાંગ્લાદેશ ખાતે ૩૮ ટકા અને કોરિયા ખાતે કોટન યાર્નની નિકાસમાં ઘટાડો થયેલ છે. ભારત ટેક્ષટાઈલ ક્ષેત્રે બાંગ્લાદેશ અને વિયેતનામ સામે બજાર ગુમાવી રહેલ છે.
કાપડના ભાવ: કાપડમાં કોટન વેરાઈટીમાં છેલ્લા મહિનામાં રૂા. ૬ થી રૂા. ૮ અને રેયોનમાં રૂા. ૪ થી રૂા. ૬ના ભાવમાં ભાવમાં ઘટાડો થવા પામેલ છે. એરજેટ ટવીલ ૬૩ પનો ૩૦/૩૦, ૧૨૪/૬૪ રૂા. ૬૫માં સોદા થયેલ છે. એરજેટ ૬૩ પનો ૨૦/૨૦ ૧૦૮/૫૬ ક્વોલીટી રૂા. ૫૮ ભાવ છે. એરજેટ ટ્વીલ ૬૩ પનો ૪૦/૪૦ ૯૨/૭૬ રૂા. ૪૮ ભાવ છે. એરજેટ ૬૩ પનો ૪૫ પીસી ૪૫ પીસી ૯૨/૭૬ ક્વોલીટી રૂા. ૪૮ ભાવ છે. ૬૩ પનો ૪૦ પીવી ૯૨/૭૬ રૂા. ૪૫ ભાવ છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LOJ0Me
ConversionConversion EmoticonEmoticon