ગૂગલે 2019માં બંધ કરી પોતાની આ 10 પ્રોડક્ટ્સ, શું તમે યુઝ કરી છે?

અમદાવાદ, તા. 6 ઓક્ટોબર 2019, રવિવાર

દુનિયાની સૌથી મોટી ટેક કંપની ગૂગલે દુનિયાભરમાં પોતાની અનેક પ્રોડક્ટ્સ અને સેવાઓ ઇન્ટરનેટ યુઝર્સને આપી રાખી છે. સર્ચ એન્જિન કંપની ગૂગલના પ્રોડક્ટ્સનો ઉપયોગ ડેક્સટોપ અને મોબાઇલ ડિવાઇસ પર કરોડો યુઝર્સ કરે છે.

ગૂગલીની સૌથી વધારે ઉપયોગ થતી પ્રોડક્ટ્સ જીમેલ, સર્ચ એન્જિન અને યુટ્યુબ છે પરંતુ કંપની હાર્ડવેર પ્રોડક્ટ પણ લોન્ચ કરી ચુકી છે. જો કે, યુઝર્સ તરફથી સારી પ્રતિક્રિયા ન મળવા પર ગૂગલે કેટલીય સેવાઓ અને પ્રોડક્ટ્સને બંધ કરી ચૂકી છે. 

વર્ષ 2019માં પણ ગૂગલે કેટલીય પ્રોડક્ટ્સ બંધ કરી છે. તેમાંથી કેટલીક તો ઘણા વર્ષથી ઉલબ્ધ હતી તો કેટલીકને તો થોડા મહિનામાં પાટીયા પળી ગયા. ગૂગલે આ દસ પ્રોડક્ટ્સ 2019માં બંધ કરી છે.


Google+
ગૂગલે પોતાની સોશિયલ સાઇટ Google+ ને આ વર્ષે સંપૂર્ણપણે બંધ કરી દિધી છે. કંપનીની સૌથી લાંબા સમયથી ચાલી રહેલી નેટવર્કને લગભગ આઠ વર્ષ બાદ બંધ કરી દિધી.


Google Allo
ઇન્ટરનેટ બેસ્ડ ટેક્ટ મેસેજિંગ એપ Google Alloને પણ બંધ કરી દેવામાં આવી છે. આ સેવાને ગૂગલ ચેટના નામથી પણ રીબ્રેન્ડ (નામ બદલીને) પણ કરવામાં આવી હતી. એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબ પર Google Allo વર્ચ્યુલ આસિસ્ટન્ટ અને એન્ક્રિપ્ટેડ મોડ જેવા ફીચરની સાથે મળી રહ્યું હતું.


Inbox by Gmail
ગૂગલની આ સેવના કેટલાક ફીચર Gmail એપમાં ઘણા સમય પહેલાથી જ હતા. લગભગ ચાર વર્ષ બાદ આ એફને પણ બંધ કરી દેવામાં આવી છે.


Youtube Gaming
કંપનીની વિડિયો શેયરિંગ પ્લેટફોર્મ યુટ્યુબની ગેમિંગ વિડિયોઝ અને લાઇવ સ્ટ્રીમિંગ પર ફોકસ સર્વિસને પણ આ વર્ષે બંધ કરી દેવામાં આવી. આ સેવાને ચાર વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી.


Google URL Shortener
કોઇ URLને શોર્ટ કરવા માટે આ સેવાની મદદ લેવામાં આવતી હતી. ગૂગલની સૌથી જુની સેવામાંથી એક યુઆરએલ શોર્ટનરને પણ બંધ કરી દેવામાં આવી. આ સેવા 9 વર્ષ જુની સેવા હતી.


Youtube Messages
વિડિયો શેરિંગ સાઇટ યુટ્યુબે ગેમિંગ સર્વિસ ઉપરાંત યુટ્યુબ મેસેજને પણ બંધ કરી દિધી છે. આ બંધ કરવામાં આવેલી લેટેસ્ટ (2 વર્ષ જુની) સર્વિસમાં સામેલ હતી. તેની મદદથી યુઝર્સ યુટ્યુબ પર ડાયરેક્ટ મેસેજ મોકલી શકાતા હતા અને વિડિયો શેર કરી શકાતા હતા.


Areo
ગૂગલની Areo એપની મદદથી યુઝર્સ ફેવરીટ રેસ્ટોરેન્ટમાંથી ભોજન ઓર્ડર કરી શકતા હતા, કે પછી પોતાના માટે ટેબલ બુક કરી શકતા હતા. તેને પણ બંધ કરી દેવામાં આવી છે.


Chromecast Audio
ગૂગલે પોતાના ક્રોમકાસ્ટ ઓડિયો હાર્ડવરે પ્રોડક્ટને પણ બંધ કરી દિધી છે. ત્રણ વર્ષ પહેલા લેન્ચ કરવામાં આવેલી આ પ્રોડક્ટની મદદથી યુઝર્સ કોઇ પણ ડિવાઇસથી સ્પીકરમાં ઓડિયો સ્ટ્રીમ કરી શકતા હતા.


Google Trips
ટ્રાવેલિંગના શોખીન લોકો માટે આ એપ ટ્રાવેલ પ્લાનિંગમાં મદદ કરતી હતી. તેના પર ફ્લાઇટ્સ, હોટલ, કાર અને રેસ્ટોરેન્ટ રિઝર્વેશનની સુવિધા યુઝર્સને મળતી હતી. ત્રણ વર્ષ જુની આ સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે.


Data Saver Extension
ગૂગલ ક્રોમ બ્રાઉઝર માટે ડેટા સેવર એક્સ્ટેન્શન પણ ચાર વર્ષ બાદ ગૂગલે બંધ કરી દિધી છે. તેની મદદથી વધારે ડેટા ખર્ચ કર્યા વગર વેબ બ્રાઉઝીંગ કરી શકાતું હતું.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MuZit5
Previous
Next Post »