વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૪૬૦ ડોલર પ્રતિ ઔંસના નીચા ભાવો જોવાયા બાદ બુધવારે સોનું ૧૪૯૩ ડોલર પ્રતિ ઔંશનો ભાવ દાખવીને ૩૦-૩૩ ડોલર પ્રતિ ઔંસનો ઉછાળો સોનાને ફરી ૧૫૦૦ ડોલર પ્રતિ ઔંસના ઉપરના ભાવોની દીશા પકડાવશે.હાલના તબક્કે વૈશ્વિક અર્થતંત્રની નરમાઈમાં ચીન અને અમેરિકાનું ટ્રેડવોર કારણભૂત છે અને આ તંગ વાતાવરણ વેપારીઓ તથા ઈન્વેસ્ટરોને મુંઝવે છે.
અહીં એક વાત નોંધનીય છે કે સોનાના ભાવોમાં સમય પોતાની મહત્ત્વતાનો પ્રભાવ દાખવે છે, અને જ્યારે સમય બદલાય છે ત્યારે સોનાના ભાવની આગાહી કરનાર મુંઝાય છે. હકીકતમાં આ સત્યતા જ્યારે ચાંદી સોનાના ભાવની ઉપરવટ જાય છે ત્યારે એક નવું વર્તુળ રચાય છે અને આ ભાવો ટૂંક સમય માટે ટકી રહે છે, અને ભાવોમાં ઝડપી ઉછાળો નોંધાય છે.
સોનાને મલ્ટીપલ કારણોથી નવજીવન મળતા સોનાના ભાવો આ અઠવાડિયામાં ઉંચકાવા લાગ્યા. રીસર્ચર લૂકમાન ઓટુનુગા જણાવે છે ડોલરની નરમાઈથી સોનાને નવ-જીવન દાન મળ્યું છે તથા અમેરિકાની આર્થિક વિકાસની નરમાઈથી વૈશ્વિક વિકાસમાં ઘટાડો નોંધાયો છે તેવો ભય સૌને સતાવે છે-મુંઝવે છે પરિણામે સોનું ફરી ૧૫૦૦ ડોલર પ્રતિ ઔંસના ઉપરના ભાવોની દિશા પકડશે અને ફેડ ફરી એકવાર વ્યાજનો દર ઘટાડવાની નવી વિચારણા કરશે પણ પેલેડીયમે પોતાના ભાવને સોનાથી વધુ દાખવીને ૧૬૬૫ ડોલર પ્રતિ ઔંસ ક્વોટ કર્યો છે.
એશિયન અને યુરોપીયન સ્ટોક માર્કેટ નરમ છે તથા ચીનની બજાર આ અઠવાડિયું રજાને કારણે બંધ છે. ચીનની આ નેશનલ રજાઓમાં હોંગકોંગમાં હિંસા ફરી ભડકી ઉઠી છે અને તેના એક પ્રદર્શન કારીનું પોલીસની ગોળી વાગતા મૃત્યુ થયું છે અને વાતાવરણ વધુ તંગ બનતા બજારમાં ચિંતાનું વાતાવરણ છવાયું છે.
ત્યારે જાપાનીઝ બજારમાં તથા વૈશ્વિક સરકારી બોન્ડ બજારમાં લોકોના નરમ પ્રતિસાદે બજારમાં ચિંતાનું વાતાવરણ સર્જાયુૅ પરંતુ અમેરિકન બોન્ડ બજાર સુધર્યું તથા ડોલર મજબૂત થઈને નરમ પડતાં અને તેલના ભાવો મજબૂત થતા ન્યુયોર્કના કોમેક્સ બજારમાં સોનાનો ડિસેમ્બર વાયદો ૧૫૨૦ ડોલર પ્રતિ ઔંસ ક્વોટ થયો. સોનું સોમવારે ઘટીને ૧૪૬૧ ડોલર પ્રતિ ઔંસ થયો અને તેના બે દિવસમાં ૩૦ ડોલર પ્રતિ ઔંસનો ઉછાળો આવતા બુધવારે સોનું ૧૪૯૩ ડોલર ક્વોટ થયો.ચીનમાં સોનાની માંગ વધે છે તથા ભારતમાં તહેવારો શરૂ થતા સોનાની માંગ વધશે તેની આડઅસર સોનાના વૈશ્વિક ભાવો પર પડે તો નવાઈ નહીં.
વૈશ્વિક ચાંદી બજારમાં સોના પાછળ નરમાઈ ભલે આવી પણ પાછી ફરીને તે તેજીનું વર્તુળ ઉભું કરે છે. ચાંદી ઘટીને ૧૭૦૦ સેન્ટ અંદર ઉતરીને ૧૬૯૪ સેન્ટનો ભાવ દાખવીને બુધવારે ન્યુયોર્ક બજારમાં ૬૦ સેન્ટનો ઉછાળો આવતા ચાંદી ૧૫૫૭ સેન્ટ પ્રતિ ઔંસનો ભાવ દાખવતી હતી.વિશ્વમાં ચાંદીની માંગ દરેક ક્ષેત્રમાં સ્થિર બન.ીપરંતુ ચાંદીની માંગ પર્થ મીન્ટનું ઓગસ્ટનું વેચાણ ૧૩૫ લાખ ઔંસનું થયું જે ૨૦૧૮ના ઓગસ્ટ માસ કરતાં વધુ સારી હતી.
ત્યારે ઓસ્ટ્રેલિયાની મીન્ટનું ચાંદીના સિક્કાનું વેચાણ ૭૭.૯ લાખ ઔંસની રહી જે ૨૦૧૮ના વર્ષના આ સમય ગાળા કરતા ૧૮ ટકા વધુ રહી. ત્યારે અમેરિકન મીન્ટે ઓગસ્ટ માસમાં ૧૦.૨ લાખ ઔંસ ચાંદીના સિક્કા વેચ્યા અને જાન્યુઆરીથી ઓગસ્ટ માસ સુધીમાં ૧૩.૨૯ લાખ ઔંસ ચાંદીનું વેચાણ થયું જે ૨૦૧૮ની ઓગસ્ટ માસ કરતાં બે ટકા ઓછું છે.ચાંદીમાં સોલાર ક્ષેત્રે, ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે તથા અન્ય હોસ્પિટલ વિગેરે ક્ષેત્રમાં જ માંગ વધતાં ચાંદીનો વપરાશ વધશે અને લાંબા ગાળે ચાંદીની અછત સર્જાતાં ચાંદીના ભાવમાં અચાનક ઝડપી ઉછાળો આવશે અને ચાંદી ૫૦ ડોલર પ્રતિ ઔંસની સપાટી તોડશે.
સ્થાનિક સોના બજારમાં નવરાત્રિ શરૂ થઈ પણ સોનાનો પુરવઠો ચૂંટણીની આચાર સંહિતાને કારણે દાણચોરીથી આવતો બંધ થયો છે ઉપરાંત આયાતી સોનાની પડતર ઉંચી હોવાથી બીલમાં સોનું મોંઘુ પડે છે. હાજર સોનાની અછત છે અને ભાવો ઘટયા હોવાથી જાુના સોનાના દાગીના પુરતા પ્રમાણમાં બજારમાં વેચાવા આવતા નથી અને સ્ક્રેપની અછત સર્જાતા શુદ્ધ સોનું નથી મળતું પરિણામે વાયદા અને હાજર સોના વચ્ચે જે ગાળો રૂ.૯૦૦થી ૧૪૦૦ પ્રતિ ૧૦ ગ્રામ હતો તે ઘટીને રૂ.૨૦૦થી ૨૫૦ થયો છે.
વૈશ્વિક સોનું સોમવારે ઘટીને આવતા સ્થાનિક બજારમાં સોનું રૂ.૩૬૯૫૦ પ્રતિ ૧૦ ગ્રામ ક્વોટ થયું હતું. પરંતુ વૈશ્વિક ભાવો વધતા અને ડોલર સામે રૂપિયો નરમ પડતાં સોનાનો ભાવો રૂ.૩૭૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામ ક્વોટ થવા લાગ્યો બીજી ઓકટોબરે ગાંધી જયંતિની રજા હોવા છતાં સોનાના ભાવમાં રૂ.૪૦૦ પ્રતિ ૧૦ ગ્રામનો ઉછાળો નોંધાયો.
જાુના વાયદાની તારીખ પાકતા નવા અને જાુના વાયદા વચ્ચે રૂ. ૮૪૦૦થી રૂ.૮૪૫૦નો ફેર હોવાથી સોનાનો બદલો રૂ.૪૦૦ પ્રતિ ૧૦ ગ્રામ બોલાતો હતો દશેરામાં સોનાના શો-રૂમવાળાઓએ મજુરી કાપની જબરી હરિફાઈ જામી છે ઘરાકી નિકળશેની આશા બંધાણી છે. ઈન્વેસ્ટરો નીચા ભાવે સોનાની લગડીની માંગ વધી છે. વૈશ્વિક વધતા ભાવો અને ઘરાકીની આશા તથા ઈન્વેસ્ટરોની લેવાલી, બેન્કોની કથળતી સ્થિતિને કારણે લોકો સોનામાં રોકાણ કરવા પોતાની મૂડી વાપરી રહ્યા છે. આયાતી સોનાની આવક વધશે તેવી આશા રખાય છે.
એકંદરે સોનું રૂ.૩૭૫૦૦ અને ૩૮૦૦૦ પ્રિત ૧૦ ગ્રામ વચ્ચે અથડાશે. સ્થાનિક ચાંદી બજારમાં તો રૂ.૧૦૦૦-૧૦૦૦ પ્રતિકિલોની વધઘટે વેપારીઓના મન ઉચાટથી ભરી દીધા વેપાર કેમ કરવો તેની સમસ્યા ઊભી થઈ. ચાંદી ઘટીને રૂ.૪૪૭૦૦ થઈને બુધવારે ગાંધી જયંતિની રજા હોવા છતાં સવાર સાંજમાં રૂ.૭૦૦ પ્રતિ કિલોની વધઘટ ચાંદીમાં જોવા મળી છે ન્યુયોર્કના ચાંદીના ભાવો ૧૭.૫૪ ડોલર પ્રતિ ઔંસ ક્વોટ થતા ભારતમાં ચાંદીના ભાવો રૂ.૪૫૭૦૦ પ્રતિ કિલો બોલાવા લાગી.
દશેરા શરૂ થયા પૂર્વે નવરાત્રિના સારા દિવસો શરૂ થતાં ઘરાકીમાં સળવળાટ જોવા મળે છે.વાયદા કરતા હાજર ચાંદીનો ભાવ રૂ.૪૦૦ પ્રતિ કિલો નીચેના ભાવ ક્વોટ થતા હતા.શો-રૂમમાં ઘરાકી સાધારણ નીકળી છે અને ઘરાકી રહેશેની આશા સેવાય છે.બુલિયનના વેપારીઓ રૂ.૨૦૦ પ્રતિ કિલો ભાવ ફેરે ચાંદીના વેપાર કરે છે.જાુની ચાંદીની આવક સાધારણ છે. એકંદરે ચાંદી રૂ.૪૫૫૦૦ અને રૂ.૪૮૦૦૦ પ્રતિ કિલો વચ્ચે અથડાશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35cuXb6
ConversionConversion EmoticonEmoticon