લેપટોપ કે કોમ્પ્યુટરમાંથી હમણા જ ડિલીટ કરો આ ફાઇલ, નહીં તો તમારૂ બેંક એકાઉન્ટ થઇ જશે ખાલી

અમદાવાદ, તા. 6 ઓક્ટોબર 2019, રવિવાર

સામન્ય રીત લોકો પોતાના કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં ક્રેડિટ કાર્ડ સહિત કેટલી ગોપનીય માહિતી સ્ટોર કરી રાખતા હોય છે, પરંતુ જાણકારો અનુસાર આમ કરવાથી યુઝર્સને મોટુ નુકસાન થઇ શકે છે. આ ઉપરાંત યુઝર્સની માહિતી લીક થઇ શકે છે. તજજ્ઞોએ કેટલાક સુચનો આપ્યા છે જે તમારા માટે ઘણા કામના સાબિત થઇ શકે છે.

પર્સનલ માહિતી

જો તમારા કોમ્પ્યુટર કે પછી લેપટોપમાં તમારો મોબાઇલ નંબર, ઘરનું એડ્રેસ, જન્મ તારીખ અને પુરૂ નામ છે તો તેને તાત્કાલિક ડિલીટ કરો કારણકે તમારી આ અંગત માહિતીથી તમારી ફેક પ્રોફાઇલ બનાવી શકાય છે. એવામાં યોગ્ય તે રહેશે કો આવી માહિતી તાત્કાલિક ડિલીટ કરો.


ક્રેડિટ કાર્ડનો નંબર

જો તમારા લેપટોપ કે કોમ્પ્યુટરમાં ક્રેડિટ કાર્ડનો નંબર છે તો તેને હેકર્સ તમને ચૂનો લગાવી શકે છે. સામન્ય રીતે લોકો ઓનલાઇન ખરીદી કર્યા બાદ પોતાના કાર્ડનો નંબર અને પાસવર્ડ બ્રાઉઝરમાં સેવ કરવાના ઓપ્શન પર ટેપ કરીને ઓકે આપી દેતા હોય છે. જો તમે પણ આવું કર્યું છે સેટિંગમાં જઇ પેમેન્ટની માહિતી ડિલીટ કરો. ક્યાંક એવું ન બને કે તમારું એકાઉન્ટ ખાલી થઇ જાય.

બેંક સ્ટેટમેન્ટ

સામન્ય રીતે તમામ લોકો પાસે બેંક હશે અને દર મહિને એકાઉન્ટની માહિતી પીડીએફ ફોર્મેટમાં ઇમેઇલ થકી આવતી હોય છે. લોકો કેટલીયવાર તેને ડાઉનલોડ કરી લેતા હોય છે. શક્ય છે કે તમે તેને ડાઉનલોડ ફોલ્ડરમાંથી ડિલીટ નહીં કરી હોય. તો ફટાફટ પોતાના લેપટોપના ડાઉનલોડ ફોલ્ડરમાં જઇ તેને તાત્કાલિક ડિલીટ કરી નાખી નહીતર હેકર્સ ગમે ત્યારે તમારા એકાઉન્ટમાંથી પૈસા છૂમંતર કરી શકે છે.

ફોટો

કહેવાય છે કે એક ફોટો હજાર શબ્દ બરાબર હોય છે. તમારા ફોટોને નોટરીમાં વેરિફાઇ કરાવી કોઇ બગસ ડોક્યુમેન્ટ તૈયાર કરાવી શકે છે કે પછી કોઇ ગુનાહિત પ્રવૃતિ માટે ઉપયોગ કરી શકે છે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Oob8HR
Previous
Next Post »