મુંબઈ, તા. 6. ઓક્ટોબર 2019 રવિવાર
વિવાદાસ્પદ ટીવી શો બિગ બોસની સિઝન 11 શરૂ થતા જ વિવાદમાં આવી ગઈ છે.
વિવાદ ઉભો કરીને ટીઆરપી વધારવા માટે બિગ બોસના નિર્માતાઓએ તેમાં મસાલો નાંખવા માંડ્યો છે અને તેના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આ શો સામે સોશ્યલ મીડિયા પર ખાસ કરીને ટ્વિટર પર જેહાદી બિગ બોસ અને બોયકોટ બિગબોસ હેશટેગ ટ્રેન્ડિંગ થઈ રહ્યુ છે.
શોનો ટાઈમ સ્લોટ 10-30 વાગ્યોનો કરાયો છે.જેથી તેમાં અશ્લિલતા ઉમેરી શકાય પણ લોકોને આ હરકત પસંદ આવી રહી નથી.લોકો બિગ બોસને હોસ્ટ કરી રહેલા સલમાનખાન પર પણ નિશાન સાધી રહ્યા છે.બિગ બોસમાં લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ કેટલાક યુઝર્સે લગાવ્યો છે.
બિગ બોસમાં મહિલા અને પુરુષ કન્ટેસ્ટન્ટ એક સાથે બેડ પણ શેર કરતા બતાવી રહ્યા છે.સોશ્યલ મીડિયા પર શોની ફરિયાદ પીએમ મોદી સુધી પહોંચાડવા માટે પણ પ્રયત્નો શરુ થઈ ગયા છે.એક સોશ્યલ મીડિયા યુઝરે પીએમ મોદીને ટેગ કરીને લખ્યુ છે કે, મોદીજી તમારા સૂચના અને પ્રસારણ મંત્રીની આંખો નબળી પડ઼ી ગઈ છે કે શું? કેવી રીતે બચશે સનાતન ધર્મ, ક્યાં સુધી અશ્લિલતાનુ પ્રસારણ ચાલુ રહેશે.
અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ શો સામે અભિયાન શરુ કરો. ભારતીય સંસ્કૃતિના ધજાગરા ઉડાડી રહ્યો છે આ શો.એક યુઝરે લખ્યુ છે કે, આ શોમાં હંમેશા એક ધર્મની નિંદા કરવામાં આવે છે.આ માટે કેટલાક લોકોને જાણી જોઈને શોમાં લાવવામાં આવે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VijjGZ
ConversionConversion EmoticonEmoticon