તુષાર દળવી 'મેરે સાંઈ-શ્રદ્ધા ઔર સબુરી'માં સાંઈની ભૂમિકા ભજવી એકવેળા સાંઈ ભૂમિકા માટે અબીર સૂફી જેવા કલાકારના પેગડામાં પગ નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
શિરડીનાં સાંઈબાબા પર અત્યાર સુધીમાં ઘણી ફિલ્મો અને સિરિયલો બની છે અને બનતી રહેશે કેમકે ગરીબોના બેલી અને દીનદુઃખિયાના તારણહાર એવા સાંઈબાબા એક મહાન વ્યક્તિ જ નહીં, પણ હિન્દુ-મુસ્લિમો વચ્ચે અનેરા સદ્ભાવ સંબંધ ધરાવનારા સદ્ગુરુ છે. તેમની ખ્યાતિ અને ભક્તિ માત્ર ભારતમાં જ નહીં, પણ અન્ય દેશોમાં પણ પ્રસરેલી છે. અત્યારે ટીવી પર 'મેરે સાંઈ-શ્રધ્ધા ઔર સબુરી' સિરિયલ શરૂ થઈ છે. આ સિરિયલમાં સાંઈબાબાની કેન્દ્રસ્થ ભૂમિકા નિભાવતા પ્રતિભાશાળી મરાઠી કલાકાર તુષાર દળવીને મળીએ અને તેમના વિચારો જાણીએ...
'દેવો કે દેવ મહાદેવ' અને 'વિધ્નહર્તા ગણેશ' જેવી પૌરાણિક સિરિયલોમાં કેમિયો ભૂમિકા ભજવનારા તુષાર દળવી 'મેરે સાંઈ-શ્રદ્ધા ઔર સબુરી'માં સાંઈની ભૂમિકા ભજવી એકવેળા સાંઈ ભૂમિકા માટે વિખ્યાત થઈ ગયેલા અબીર સૂફી જેવા કલાકારના પેગડામાં પગ નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ મતલબની ટીકાટીપ્પણ સાંભળવા મળે સ્વાભાવિક છે. આ સંદર્ભે તુષાર દળવી કહે છે, 'આ અંગે શૂટિંગ વેળા અને શૂટિંગ પછી મને અગણિત કોમેન્ટ્સ સાંભળવા મળી છે.
હું માનું છું કે આવા વિરાટ સંતપુરુષની ભૂમિકા મને ભજવવા મળી એ મારા માટે એક આશીર્વાદ જ છે. મને સાંઈની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો એ પણ એક દૈવી આશીર્વાદ જ છે, કેમકે મને જ્યારે સાંઈનો રોલ ઓફર કરવામાં આવ્યો અને એ પછી આ સિરિયલનું શુટિંગ શરૂ થયું એ બે વચ્ચે લાંબો સમય ગાળો પસાર થયો'તો. હું તો સાંઈબાબામાં અતૂટ વિશ્વાસ ધરાવું છું એ જ રીતે મારો પરિવાર પણ તેમનામાં અસ્ખલિત શ્રદ્ધા ધરાવે છે.'
આ અભિનેતાને તેમની સરખામણી અબીર સૂફી થાય તે અંગે કોઈ વાંધો નથી. તેેઓ કહે છે, 'બેશક, તેઓ શો સાથે સમાનાર્થક બની ગયા છે, પણ આ એક ફાયદો છે કે ઓરિજિનલ એક્ટર ત્યાં હશે જ'. આ અંગે તેઓ ઉમેરે છે, 'શોમાં તેમણે ખૂબ ઉત્તમ કામ કર્યું હતું તેનો મને કોઈ રંજ નથી, પણ દરેક કલાકારની પોતાની એક અલગ સ્ટાઈલ-ઓળખ હોય છે અને હું મારે ભાગે આવેલી ભૂમિકા મારી રીતે ભજવીશ. હું મારી ભૂમિકા પૂરેપૂરી નિષ્ઠાથી ભજવીશ તો મારો પણ સ્વીકાર થશે, એવું મને લાગે છે.'
તુષાર દળવી ઘણાં લાંબા સમયથી આ ઈન્ડસ્ટ્રીમાં છે અને તેમને લાગે છે કે પ્રતિષ્ઠિત કલાકારો માટે કેન્દ્રસ્થ ભૂમિકા મોટાભાગના શોમાં લખાતી જ નથી. 'આ બાબત મને કાયમ પીડા આપે છે અને આ ખરેખર ખરાબ કહેવાય. સામાન્ય રીતે, કથાનાયક અને પ્રતિસ્પર્ધી તરીકેની ભૂમિકા માટે યુવાન કલાકારને તેના પરફોર્મન્સ અને શોને આગળ ખેંચવા માટે સાઈન કરવામાં આવે છે. અમે પણ કેન્દ્રસ્થ ભૂમિકા ભજવી શકીએ છીએ એવું તેઓ કેમ નથી માનતા? લોકો જ્યારે અમારી અદાકારીને વખાણે છે ત્યારે આ બાબત ઘણી જ નિરાશાજનક લાગે છે, જોકે આમારા માટે કોઈ રોલ લખાતા જ નથી.
આજે મોટા ભાગના સિનિયર કલાકારો કામ વિનાના થઈ ગયા છે. જોકે ફિલ્મોમાં મહત્ત્વના રોલ સિનિયર એક્ટર માટે હોય છે. એ એક સિલ્વર લાઈન શરૂ થઈ હોય લાગે છે. હું આશા રાખું કે સિનેમાની જેમ ટીવી પણ આ દિશામાં આગળ વધે. ટીવી એક એવું માધ્યમ છે જે બોલીવૂડ ભણી ઘણું આકર્ષાયેલું છે. આ કંઈ વય સાથે નહીં, પણ અદાકારી સાથે સંકળાયેલી બાબત છે. વાસ્તવમાં આ બાબતને વધુ ચળકતી બનાવવાની જરૂર છે,' એવું તુષાર દળવીનું કહેવું છે.
'સાંઈબાબા' તરીકે તુષાર દળવીની અદાકારી આજે વખાણવામાં આવી રહી છે, જે આવકાર્ય છે. તુષાર દળવીને તો આ વાત ગમશે જ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/326HwCN
ConversionConversion EmoticonEmoticon