હું યોગ્ય સમયે આ મિડિયમમાં આવી છું અને હું માણી રહી છું. એક વર્ષમાં હું એક શો કરું તેની સરખામણીમાં વેબ સીરિઝ મને પર્યાપ્ત - પૂરતો સમય આપે છે.
એક સમયે અભિનેત્રી સાક્ષી તન્વરે ટીવી પર ગજબની મોહની પાથરી હતી, તેની દરેક સીરિયલોમાં તેનું કામ વખણાતું અને મહિલાઓની તો એ ખાસ લોકપ્રિય અભિનેત્રી હતી. જો કે આજે કેટલાય સમયથી એ ફિલ્મ ટીવી પર દેખાતી નથી, એ ક્યાં છે, એ શું કરે છે, ટીવી પર કેમ નથી દેખાતી, તે સીરિયલો કેમ કરતી નથી.... જેવા અનેકવિધ પ્રશ્નો તેના ચાહકોના મનમાં થતાં હશે એ શક્ય છે, પણ થોભો.... સાક્ષી તન્વર આપે છે એક વેબ સીરિઝ - 'મિશન ઓવર માર્સ' (એમ.ઓ. એમ.) માં જે પ્રસારિત થશે ડિજિટલ પ્લેટફોર્મ પર!
માર્સ ઓર્બિટર મિશનની સ્ટોરી મંત્રમુગ્ધ કરે એવી છે, જેમાં ચાર મહિલા વિજ્ઞાાનીઓની વાત છે, જે કેન્દ્રસ્થ ભૂમિકામાં છે. આ ચાર મહિલામાં એક સાક્ષી તન્વર , જે વરિષ્ઠ વિજ્ઞાાનીની ભૂમિકામાં છે. તેની સાથે નંદીતા હરિપ્રસાદ મિશન કો-ઓર્ડિનેટર તરીકે ઝળકે છે. પોતાના ભાગે આવેલી ભૂમિકા માટે સાક્ષી કહે છે, 'મારી ભૂમિકા એક હાર્ડ ટાસ્કમાસ્તરની છે, જે ખૂબ કડક અને નાની નાની બાબતોનું વધારે ધ્યાન આપનારી છે.
એ પણ કામ કરે છે અને પોતાની અંગત જિંદગી અને કામ વચ્ચે બરાબર સમતુલન જાળવે છે. તે એવી અપેક્ષા રાખે છે કે મારી ટીમ પાસેથી મને ૧૦૦ ટકા કામ મળે અને અશક્યને હાંસલ કરવા એ તેમના પર દબાણ લાવે છે. ટીવી શો અને ફિલ્મને બદલે તેણે વેબ સીરિઝ કેમ પસંદ કરી એ માટે પણ જણાવે છે. જો કે 'મિશન મંગલ' ફિલ્મે ચાહના મેળવી જે ગુંજાવર કર્યો છે, તેનાથી સાક્ષી ખૂબ ખુશ છે અને તેને એમ લાગે છે કે આ મધુર ધ્વનિની અસર તેમની વેબ સીરિઝને પણ થશે.
'એમઓએમ' નો અનુભવ કેવો રહ્યો,' એવા એક પ્રશ્નના ઉત્તરમાં સાક્ષી તન્વર કહે છે, 'આ અનુભવ અત્યંત ઉત્સાહજનક છે કેમ કે તેની કથા ખૂબ જ સરસ છે. એ (માર્સ ઓર્બિટર મિશન) ભારતના અમાપ ગૌરવની કથા છે અને તેનો હિસ્સો બનતા મને ઘણો જ આનંદ થાય છે.
આ સીરિઝમાં મોના સિંહ, પલોમી ઘોષ, નિધિ સિંહ, આશિષ વિદ્યાર્થી જેવા બીજા ઘણા કલાકારો છે. આ બધા વચ્ચે કેવી કડી રહી? એ અંગે સાક્ષી કહે છે, 'અમારા વચ્ચે ખૂબ જ આનંદ પ્રવર્તે છે. જો તમે પાંચ દિવસથી પણ વધુ સમય સાથે રહે તો તમારી વચ્ચેની કડી વધુ મજબૂત બને. ઘણીવાર તો અમે એકબીજા માટે ઘરેથી ભોજન લઈ આવીએ અને આનંદથી આરોગીએ. એ તો જાણે એક ખુશખુશાલ પરિવાર દરરોજ ઉજવણી કરતો હોય એવું લાગે.
'મિશન મંગલ' ની કેટલી નજીક છે આ શો? ઃ એ સંદર્ભે સાક્ષી કહે છે, 'શ્યોર, બંને સબ્જેક્ટ સરખો જ છે, પણ આ આઠ એપિસોડની એક વેબ સીરિઝ છે. આથી આ બંને ની સરખામણી કરવી યોગ્ય નહીં કહેવાય. જો કે હું એવું માનું છું કે ફિલ્મ થકી જે કંઈ લોકપ્રિયતા સર્જાઈ, ગુંજાવર સંભળાયો, તેની ચોક્કસ વિધેયાત્મક અસર આ સીરિઝ પર પડશે, જે અમારા શોેને મદદરૂપ થશે. આનું કારણ એ છે કે જેમણે ફિલ્મ જોઈ છે તેઓ સ્ટોરી અંગે વધુ વિગતો જાણવા અમારી સીરીઝ જોશે.
ટીવી અને વેબ આ બંનેમાં કોણ વધુ સંતોષજનક છે? એવા પ્રશ્નના ઉત્તરમાં સાક્ષી તન્વર કહે છે, 'હું મારી જાતને ખૂબ જ નસીબદાર માનું છું કે હું ટીવી ઈન્ડસ્ટ્રીમાં હતી એ વેળા જે શોઝ કર્યાં હતાં તે વેળા મેં મારો સુવર્ણ સમય નિહાળ્યો છે.
હું યોગ્ય સમયે આ મિડિયમમાં આવી છું અને હું માણી રહી છું. આનું કારણ એ છે કે આ મિડિયમ પાત્રના અનુભવને વ્યક્ત કરવાની અપાર સ્વતંત્રતા આપે છે. એક વર્ષમાં હું એક શો કરું તેની સરખામણીમાં વેબ સીરિઝ મને પર્યાપ્ત - પૂરતો સમય આપે છે. હું મારી ભૂમિકા ભજવું છું અને બીજી માટે આગળ વધું છું.
એક વર્ષમાં મને જે કંઈ મળે તેની સરખામણીમાં પાત્રની લાક્ષણિકતાનું વધુ સારું સંતુલન હું જાળવી શકું છું. એ સાથે જ મને ફિલ્મો મને બહું ગમતી નથી. કેમ કે એમાં એ જ પાત્રને પૂરતા પ્રમાણમાં વિકસવાનું મળતું નથી. મને લાગે છે મારા માટે લેબ સીરિઝમાં કામ કરવું વધુ સંતોષજનક છે અને ખરેખર એ મને ગમે છે, પણ ખૂબ!આમ ટીવીની લોકપ્રિય અભિનેત્રી માટે વેબ સીરીઝ મંગળ અનુભૂતિ બને રહે એ શક્ય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2pdrIji
ConversionConversion EmoticonEmoticon