દબંગ સ્ટાર સલમાન બહુ જલ્દી જશે નવા ઘરમાં રહેવા, જાણો કેવુ હશે નવુ ઘર

મુંબઈ, તા. 12. ઓક્ટોબર, 2019 શનિવાર

બોલીવૂડનો દબંગ સુપરસ્ટાર સલમાનખાન પોતાનુ જૂનુ અને જાણીતુ ગેલેક્સી એપાર્ટમેન્ટનુ ઘર છોડીને બહુ જલ્દી નવા ઘરમાં રહેવા જાય તેવી સંભાવના છે.

મુંબઈના એક સ્થાનિક અખબારે પ્રકાશિત કરેલા અહેવાલ પ્રમાણે સલમાનખાનનુ નવુ ઘર બાંદ્રા વિસ્તારમાં જ ચિંબઈમાં બની રહ્યુ છે. આ ઘર બનાવવા માટે ખરીદવામાં આવેલી જમીન પર તાજેતરમાં જ સલમાનખાને લટાર મારી હતી.

સલમાનના પિતા સલીમ ખાન અને માતા સલમાન ખાને 2011માં 4000 સ્ક્વેરફૂટની પ્રોપર્ટી ખરીદી હતી.સત્તાવાર રીતે તેની કિંમત 14.4 કરોડ રૂપિયા છે. મુંબઈ કોર્પોરેશનમાં નવા મકાન માટે જે નકશો પાસ કરવા મુકાયો છે. તે પ્રમાણે સલમાન અને તેનો પરિવાર અહીંયા ગ્રાઉન્ડ પ્લસ ફાઈવ એમ છ માળની બિલ્ડિંગ બનાવવા માંગે છે.

બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ફેમિલી રૂમ, પેન્ટ્રી અને એન્ટ્રન્સ લોબી હશે. બાકીના પાંચ માળ પર દરેક ફ્લોર પર બે બેડરૂમ હશે. બે બેઝમેન્ટમાં પાર્કિંગ બનાવાશે. જ્યાં 16-16 ગાડીઓ પાર્ક થઈ શકે તેટલી જગ્યા રહેશે.

હાલમાં સલમાનખાન વિવાદાસ્પદ રિયાલિટી શોના કારણે ચર્ચામાં છે.સલમાન પર હિન્દુવાદી સંગઠનો લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ પણ કરી રહ્યા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MbfOPP
Previous
Next Post »