મોબાઇલમાં બેટરીની લાંબી આવરદા આ ત્રણ નોબેલ વૈજ્ઞાનિકોને આભારી


2019માં કેમેસ્ટ્રીના નોબેલ પુરસ્કાર માટે ૩ વૈજ્ઞાનિકોની પસંદગી થઇ છે જેમાં ૯૭ વર્ષના જોન બી ગુડઇનફ પણ છે. નોબેલ પારિતોષિકના ઇતિહાસમાં તેઓ સૌથી વધુ ઉંમર ધરાવતા વિજેતા હોવાથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. અગાઉ ૯૬ વર્ષના આર્થર આસ્કિનને ફિઝિક્સમાં નોબેલ મળ્યો હતો. ગુડઇનફ માત્ર રસાયણ વિજ્ઞાાનના જ નહી ફિઝિકસમાં પણ સંશોધન કર્યા છે.

 ટેકસાસના ગુડઇનફે એક વાર કહયું હતું કે ટેકસાસની ખાસિયત એ છે કે તે નિવૃત થવા દેતું નથી. આથી જ તો મને નિવૃતિ પછી ૩૩ વર્ષ વધારે કામ કરવા મળ્યું છે. ૨૨ જુલાઇ ૧૯૨૨માં જર્મનીમાં જન્મેલા આ વૈજ્ઞાાનિક એન્જિનિયર યૂનિવર્સિટી ઓફ ટેકસાસમાં પ્રોફેસર તરીકે સેવા આપે છે. જયારે ૭૭ વર્ષના એમ,સ્ટેન્લી વિટિંગમ બ્રિટીશ- અમેરિકન વૈજ્ઞાનિક છે. સ્ટેનલી હાલમાં ન્યૂયોર્ક સ્ટેટ યૂનિવર્સિટીમાં કેમેસ્ટ્રીના પ્રોફેસર છે જયારે ત્રીજા વૈજ્ઞાાનિક ૭૧ વર્ષના અકિરા ઓશિના કેમિકલ કંપની આશાઇકાસાઇ કૉર્પ અને મેઇજી યૂનિવર્સિટી સાથે સંકળાયેલા છે.


આ ત્રણેય વૈજ્ઞાનિકોને લીથિયમ આયન બેટરીના સંશોધન માટે રસાયણ ક્ષેત્રનું સંયુકત નોબેલ જાહેર થયું છે. લીથિયમ આયન બેટરીની શોધે મોબાઇલ અને લેપટોપમાં પાવર સપ્લાય માટે ક્રાંતિ સર્જી છે. ડિજીટલ દુનિયામાં નાટયાત્મક પરીવર્તન લાવવામાં ૭૦ થી વધુ ઉંમર ધરાવતા અનુભવી વૈજ્ઞાાનિકોનો મોટો ફાળો છે. લિથિયમ બેટરીએ મોબાઇલ ફોન,પેસ મેકર, ઇલેકટ્રીક કાર અને લેપટોપનો કરોડો યુઝર્સના જીવન બદલી નાખ્યા છે.

આ વૈજ્ઞાાનિકોએ રિન્યૂએબલ સ્ત્રોત માટે કામ કર્યુ હોવાથી તેમની શોધનું મહત્વ ખૂબજ વધી જાય છે. ખાસ કરીને પોર્ટેબલ ડિવાઇસના ઇતિહાસમાં લિથિયમ આયન બેટરીએ ક્રાંતિ સર્જી છે. ગ્લોબલ વોર્મિગના કારણે વિશ્વમાં રીન્યૂએબલ એનર્જીના ક્ષેત્રે હજુ ઘણું કરવાનું બાકી છે તેમાં આ શોધ પાયાની છે. ઇલેકટ્રીક વાહનોની શોધમાં ખૂબજ મહત્વની સાબીત થશે. તેમના પ્રયાસોથી જ લિથિયમ આયન બેટરીની ક્ષમતા બમણી થઇ છે. 

ગુડઇનફે ૧૯૫૭માં રિન્યૂએબલ બેટરીનો કોન્સેપ્ટ આપ્યો હતો 

૯૭ વર્ષના પ્રો જોન બી ગુડઇનફ સાથે દીન દયાળ ઉપાધ્યાય ગોરખપુર યૂનિવર્સિટીમાં ફિઝિકલ વિભાગના પ્રોફેસર ડૉ પ્રશાંત રાહીએ ચીનમાં એક પ્રોજેકટ હેઠળ કામ કર્યુ છે. ૨૦૧૮માં આ અંગે એક રિસર્ચ  પેપર પણ પ્રકાશિત થયું હતું જેમાં પ્રો ગુડઇનફ સાથે ડૉ પ્રશાંત અને ગોરખપુર યૂનિવર્સિટીનું પણ નામ લખવામાં આવ્યું હતું. પ્રોેફેસર ગુડઇનફના શિષ્ય પ્રો જિજુઆંગ ચેંગ છે જે લિથિયમ પ્રકારના કેમેસ્ટ્રી સંશોધનોમાં ખૂબજ મોટું નામ ધરાવે છે.ગુડઇનફે ૧૯૫૭માં લિથિયમ બેટરીનો કોન્સેપ્ટ આપ્યો હતો. તેઓ કોઇ એક ક્ષેત્રમાં સૌથી લાંબા સમય સુધી કામ કરવાનો અનુભવ ધરાવતા વૈજ્ઞાનિક છે. આ વૈજ્ઞાાનિકની ખાસિયત છે કે તેઓ ૯૭ વર્ષની ઉંમરે પણ નિવૃત થયા નથી




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IKED33
Previous
Next Post »