(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 11 ઓક્ટોમ્બર 2019, શુક્રવાર
બોમન ઇરાની આગામી ફિલ્મમાં ડૉકટરની ભૂમિકા ભજવવાનો છે. પાત્રને ન્યાય આપવા માટે બોમને ડાકટરની મુલાકાત લીધી હતી.
'' આ ફિલ્મમાં બોમન એક પ્રમાણિક તેમજ સ્પષ્ટ વક્તા ડૉકટરની ભૂમિકા ભજવી રહ્યો છે. તે આ ક્ષેત્ર સાથે ૫૦ વરસથી જોડાયેલો છે. તેમજ તે સેક્સોલોજી વિશે પણ ઘણું જ્ઞાન ધરાવતો હોય છે. સેક્સને લગતી સમસ્યાઓના પ્રશ્રો પુછતી વખતે દરદીઓ સંકોચ કરતા હોયછે. તેથી આ ફિલ્મમાં ચોક્કસ પ્રશ્નોને ઉદાહરણ અને ડાયલોગ તરીકે પેશ કરવામાં આવ્યા છે.
બોમન તેને બહુ જ સુંદર રીતે હળવાશ અને રોચકતાથી રજુ કરે છે,'' તેમ સૂત્રે જણાવ્યું હતું.
આ ફિલ્મમાં બોમન ઇરાનીની સાથે રાજકુમાર રાવ મુખ્ય રોલમાં છે. તેમજ મૌની રોય કામ કરીરહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Myaa9h
ConversionConversion EmoticonEmoticon