નવી દિલ્હી, તા. 15 ઓક્ટોબર 2019, મંગળવાર
જો તમે તમારા સ્માર્ટફોનમાં નવી અને ખાસ પ્રકારની એપ રાખવાના શોખીન છો તો ચેતી જજો કારણકે આ એપ તમારા ફોનને નુકશાન પહોંચાજી શકે છે. ગૂગલે પોતાના પ્લે સ્ટોર પરથી 29 એપને હટાવી દીધી છે. આ એપને લાખો-કરોડો વખત ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે.
આ એપને હમણા જ કરો ડીલીટ
ગૂગલ અનુસાર જો તમે અન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરો છો તો તમારે આ એપને હમણા જ અનઇન્સ્ટોલ કરી દેવી જોઇએ.
Feel Camera HD |
Filter Photo Frame |
Lens Flares |
QR Code Scanner |
Super Mark |
Photo Effect Pro |
Art Filter |
New Hair Fashion |
Smart Magnifier Pro |
Magnifier Pro- Magnifying glass |
Magnifying Glass Pro |
Cut Cut Mix |
Cut Cut Mix Pro |
Galaxy Overlay |
Color Splash Photo Effect |
Age Face |
Photo Blur |
Blur Image |
Super Magnifier Lite |
Magnifying Pro |
Qing Camera |
Reflex Camera HD |
First Camera HD |
Rhythm Camera |
Pretty Makerup Photo |
Glitch Lens - Vaporwave & Ghost Photo Editor |
Multi Apps – Multiple Accounts simultaneously |
Magic Effect |
Lie Detector prank |
કેમ અનઇન્સ્ટોલ કરવી છે જરૂરી
સાઇબર સિક્યોરિટી અને એન્ટીવાયરસ ફર્મ ક્વિક હિલ સિક્યોરિટી લેબ્સનું કહેવું છે કે ગૂગલે જે 29 એપ હટાવી છે તેમાં 24 એપમાં મેલેસિયસ એપ છે જે સ્માર્ટફોનને નુકશાન પહોંચાડનારી છે. આ એપ HiddAd કેટેગરીમાં આવે છે. આ એપ પહેલીવાર સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ થવા પર પોતાનું આઇકોન સંતાડી દેશે અને સ્ક્રીન પર શોર્ટકટ ક્રિએટ કરી દે છે. તેનો હેતુ હોય છે કે યુઝર્સ એપને પોતાના ફોન પરથી રિમૂવ ન કરે. જ્યારે યુઝર્સ શોર્ટકટ વડે એપને લોન્ચ કરે છે કે ઓપન કરે છે તો સ્ક્રીન પર ફૂલ સ્ક્રીન એડ પોપઅપ થાય છે.
બાકી પાંચ એપમાં એડવેર છે જે યુઝર્સના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા યુટ્યુબ, ફેસબુક અને બીજા પ્લેટફોર્ પર વિઝીટ દરમિયન ઇન્સ્ટોલ થઇ જાય છે. ગૂગલે આ કારણે જ આ 29 એપને પોતાના પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MghN5f
ConversionConversion EmoticonEmoticon