નવી દિલ્હી, તા. 15 ઓક્ટોબર 2019, મંગળવાર
ઇન્ટેન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ પોતાના પ્લેટફોર્મ પર ડેટેા લોકલાઇઝેશન નિયમ લાગુ કરી દીધો છે. ત્યાર બાદ કંપની પોતાની પેજ સર્વિસને ભારતમાં લોન્ચ કરી શકે છે.
આ માહિતી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચીફ એક્ઝીક્યુટીવ દિલીપ અસ્બેએ આપી છે. તમને જણાવી દીએ કે વ્હોટ્સએપ પેને ભારતમં લોન્ચ કરવા માટે કંપનીને ભારતીય યુઝર્સનો ડેટા સ્થાનિક સ્તર પર જ રાખવાની વાત કહેવામાં આવી હતી. ત્યાર બાદ જ આ સર્વિસ લોન્ચ કરવામાં આવી શકે છે.
શું કહેવું છે કે રિઝર્વ બેંકનું:
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ વ્હોટ્સએપ પેને લોન્ચ કરવા માટે સ્થાનિક સ્તર પર યુઝર્સના ડેટા સ્ટોર કરવાની વાત કહી હતી. ફક્ત વ્હોટ્સએપ પે જ નહીં પરંતુ ગૂગલ, એમેઝોન, માસ્ટર કાર્ડ, વીઝા, પે-પાલ સહિત અન્ય વિદેશ કંપનીઓ પણ આ નિયમનું પાલન કરે છે કે કરશે. તેનાથી યુઝર્સનો ડેટા સુરક્ષિત રહે છે.
ગત વર્ષે શરૂ થઇ ગયું હતુ વ્હોટ્સએપ પેનું ટેસ્ટિંગ:
આ સર્વિસનું ટેસ્ટિંગ ગત વર્ષથી શરૂ થઇ ગયું હતું. પરંતુ ડેટા સ્ટોર કરવાને મામલે તેનું લોન્ચિંગત સતત પાછળ ઠેલાયું હતુ. અસ્બેનું કહેવું છે કે વ્હોટ્સએપ આગામી બે મહિનામાં તમામ નિયમો પર કામ પુરૂ કરી લેશે.
વ્હોટ્સએપ પે પર ચાલી રહ્યું છે ઑડિટ:
આ સેવાનું હાલ ઑડિટ ચાલી રહ્યું છે. ત્યાર બાદ જ તે વાતની સમીક્ષા કરવામાં આવશે કે આ સેવાને કેવી રીતે આગળ વધારવી. જો અન્ય કંપનીઓની વાત કરીએ તો શાઓમી, એમેઝોન પે અને ટ્રૂ કોલર જેવી કંપનીઓ પણ ડેટા લોકલાઝેશન નિયમના કારણે અત્યાર સુધી પોતાની પેમેન્ટ સર્વિસ શરૂ કરી શકી નથી.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nN2qIl
ConversionConversion EmoticonEmoticon