બ્રેકઅપ થયા બાદ એરેન્જ મેરેજ કરનારા કલાકારો


બોલીવૂડની સેલિબ્રિટિઓની સંબંધો તૂટવા અને નવા જોડાવા એ કોઇ નવીન બાબત નથી. સાથે કામ કરતાં કરતાં તેમજ એક બીજાના ઉપયોગ માટે અંગત સંબધો બંધાઇ જતા જોવા પણ મળ્યા છે, અને પછીથી આ સંબંધોમાં તિરાડ પડવાના દાખલા પણ ઓછા નથી.  પરંતુ બોલીવૂડના અમુક બ્રેકઅપ્સ એવા છે, જેમના સંબંધો તૂટવાથી લોકોને પણ દુઃખ થયું છે.  તેમના સંબંધો તૂટયા બાદ તેમણે એરેન્જ મેરેજ કર્યા છે. જેમાં કરિશ્મા કપૂર, શાહિદ કપૂર, માધુરી દીક્ષિત, વિવેક ઓબેરોય અને નીલ નિતીન મુકેશના નામ સામેલ છે. 

કરિશ્મા કપૂર
કહેવાય છે કે કરિશ્મા કપૂર અભિષેક બચ્ચનને પ્રેમ કરતી હતી. તેમજ જુનિયર બચ્ચન પણ કરિશ્માના ગળાડૂબ પ્રેમમાં હતો. આ વાત ૧૯૯૭ની છે. ૨૦૦૨માં અમિતાભ બચ્ચનના જન્મદિવસે આ લવબર્ડનું સગપણ કરવામાં આવ્યું હતું. જોકે ઓફિશયલિ સંબંધ બંધાયા બાદ તેમના પ્રેમની ગાડી પાટા પરથી ઊતરી ગઇ હતી. બન્ને વચ્ચે સમૂસૂતરું ચાલતું નહોતું. બન્નેના પરિવાર વચ્ચેના સંબંધો પણ વણસ્યા હતા. બન્ને પરિવારે આ સંબંધ તૂટી ગયાનું  જાહેર કર્યું હતું. 

કરિશ્મા આ બાદ દિલ્હીના ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે ૨૦૦૩માં લગ્ન કરી લીધા. કરિશ્માના આ લગ્ન તેના માતા-પિતાએ નક્કી કરેલ હતા. સંજયથી કરિશ્માને બે સંતાન થયા. પરંતુ સંજય સાથે કરિશ્માનું લગ્નજીવન નિષ્ફળ ગયું અંતે બન્નેએ ૨૦૧૪માં  છૂટાછેડા લઇ લીધા.

માધુરી દિક્ષિત
માધુરી દીક્ષિત અને સંજય દત્ત વચ્ચેનો પ્રેમ લોકોથી અજાણ નથી. ફિલ્મ 'સાજન'ના શૂટિંગ દરમિયાન બન્ને એકબીજાની નજીક આવી ગયા હતા. એ સમયમાં સંજયના લગ્ન થઇ ગયા હતા. માધુરી પરણેલા યુવકના પ્રેમમાં પડે અને સંબંધ આગળ વધારે તે માધીરીના પિતાને મંજૂર નહોતું.પરંતુ સંજયની પત્ની રિચા શર્માને કેન્સરનો ભોગ બન્યા બાદ સંજય દત્તે પોતાના દુઃખમાંથી શાતા મેળવવા માધુરીનો ઉપયોગ કર્યો હતો. જોકે માધુરીના સદનસીબે સંજયનો ક્રિમિનલ જાહેર થયો અને સંજય જેલ ભેગો થતાં જ માધુરીએ તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો. 

આ બાદ માધુરી ડો. શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા અને લોસ એન્જલસમાં ૧૯૯૯માં ઠરીઠામ થઇ ગઇ.આ લગ્ન તેના માતા-પિતાની પસંદગીના હતા. આજે તે ડાકટર પતિને બે બાળકો સાથે સુખી લગ્ન જીવન જીવી રહી છે. 

શાહિદ કપૂર
શાહિદ કપૂર અને કરીના કપૂર એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. ફિલ્મ 'ફિદા'ના શૂટિંગ દરમિયાનથી બન્નેની દોસ્તી ગાઢ થઇ ગઇ હતી. બન્નેએ જલદી જ  સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યુ ંહતું.વાત તો એવી પણ ચર્ચાતી  હતી કે, બન્નેએ  લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ ૨૦૦૭માં 'જબ વી મેટ' ફિલ્મના શૂટિંગ દરમિયાન બન્નેનું બ્રેકઅપ થયું હતું. કરીનાને સૈફ અલી ખાન સાથે પ્રેમ થઇ ગયો અને તેની સાથે ૨૦૧૨માં લગ્ન કરી લીધા હતા. 

ત્યાર બાદ  શાહિદનો  પ્રિયંકા ચોપરા સાથેનો સંબંધ પણ નિષ્ફળ ગયો હતો. અંતે શાહિદે દિલ્હીની મીરા રાજપૂત સાથે લગ્ન કરી લેવામાં ડહાપણ માન્યું. શાહિદના પેરન્ટસે જ મીરાને શાહિદ માટે પસંદ કરી હતી. અંતે ૨૦૧૫માં શાહિદ અને મીરાના લગ્ન થયા હતા. હાલ તેમને બે સંતાનો છે અને સુખી જીવન માણી રહ્યા છે. 


વિવેક ઓબેરોય
વિવેક ઓબેરોયઅને ઐશ્વર્યા રાય ડેટિંગ કરી રહ્યા હતા. જોકે વિવેકનો ઐશ્વર્યા સાથેનો રોમાન્સ ટૂંકા સમયનો હતો. અગાઉ એશનું ચક્કર સલમાન સાથે હતું. એ દરમિયાન જાહેરમાં ખૂબ જ એકબીજા પર કાદવ ઉછળ્યા હતા. અંતે બન્નેમાંથી એકની સાથે પણ ઐશ્વર્યાએ લગ્ન કર્યા નહીં. 

વિવેકે કર્ણાટકાના પ્રધાન જીવરાજ આલ્વાની પુત્રી પ્રિયંકા સાથે ૨૦૧૦મા ંલગ્ન કરી લીધા આજે તે બે સંતાનોનો પિતા બની ગયો છે અને સુખી સંસાર માણી રહ્યો છે. 


નીલ નિતીન મુકેશ
નીલ નિતીન મુકેશ અને સોનલ ચૌહાણ પ્રેમમાં હતા. નીલ નિતીનને તો સોનલ સાથે લગ્ન પણ કરવા હતા, પરંતુ સોનલ લગ્ન માટે રાજી નહોતી. આ બાદ તેમની દોસ્તીનો અંત આવ્યો હતો. 

નીલે એ પછી મુંબઇની યુવતી રૂખમણી સહાય સાથે તેના પેરન્ટસની મરજી અનુસાર લગ્ન કરી લીધા અને એક પુત્રીન ોપિતા બની ગયો છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AXe0Uf
Previous
Next Post »